Jio Prime Membershipને આગામી એક વર્ષ માટે મફત કરવાનુ એલાન કરી દીધુ. જિયો દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આવા રિલાયંસ યુઝર્સ જેમણે પ્રાઈમ મેંબરશિપ લઈ રાખી છે તેમને માર્ચ 2019 સુધી આ સુધી આ સર્વિસ કોઈપણ કિમંત ચુકવ્યા વગર મળતી રહેશે. રિલાયંસ જિયો દ્વારા રજુ કરવામાં આવેલ નિવેદન મુજબ જે જિયો યૂઝરે હજુ સુધી જિયો પ્રાઈમ મેંબરશિપ લીધી નથી અને તે એક એપ્રિલ પછી આ સર્વિસને લે છે તો પછી તેને 99 રૂપિયાના વાર્ષિક સબ્સક્રિપ્શન આપવુ પડશે.
રિલાયંસ જિયો પ્રાઈમ મેંબરશિપની કિમંત 99 રૂપિયા છે. જિયો આ પ્રાઈમ મેંબરશિપ પ્લાન હેઠળ અનેક ફાયદા પોતાના યૂઝર્સને આપે છે.
જિયો પ્રાઈમ મેંબરશિપમાં મળી રહ્યા છે આ શાનદાર ફાયદા..
1. ગયા વર્ષે લોંચ થયેલ રિલાયંસ જિયો પ્રાઈમ મેંબરશિપમાં જિયો યૂઝર્સને ફક્ત 99 રૂપિયા આપવાના હોય છે. આ સર્વિસ એક વર્ષની માન્યતા સાથે આવે છે. જો કે શુક્રવારે તેને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે.
2. જિયો પ્રાઈમ મેંબરશિપ યૂઝર્સને નૉન પ્રાઈમ મેંબર્સ કરતા ઓછી કિમંત પર હાઈસ્પીડ ડેટા મળી રહે છે.