Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JIO: 3 ડિસેમ્બરના રોજ ડેટા ખતમ, ફક્ત એક ફોન પર ચાલશે 1 વર્ષ FREE

JIO: 3 ડિસેમ્બરના રોજ ડેટા ખતમ, ફક્ત એક ફોન પર ચાલશે 1 વર્ષ FREE
, શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (12:05 IST)
આ સ્માર્ટફોન તમને અપાવી શકે છે 1 વર્ષ સુધી ફ્રી ડેટા 
 
તમને એ તો ખબર તો પડી જ ગઈ હશે કે રિલાયંસ જિયોએ પોતાની જ ફ્રી વેલકમ ઓફર 3 ડિસેમ્બરના રોજ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ ટૂંક સમયમાં જ તમારો ફ્રી ડેટા વાળા અચ્છે દિનનો અંત થવાનો છે. પણ અત્રે એ ઉલ્લેખનીય છે કે તમારા અચ્છે દિન એક વર્ષ વધુ ચાલી શકે છે.  જી હા રિલાયંસ જિયો એક વધુ એવી ઓફર લઈને આવ્યુ છે જેમા તમને એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા બિલકુલ મફત મળી શકે છે.  આ ઓફર ફક્ત  LYFના સ્માર્ટફોન પર જ તમને મળી રહ્યો છે. 
 
કેવી રીતે મળશે એક વર્ષ ફ્રી ડેટા 
 
આ માટે સૌ પહેલા તમને  LYFને કોઈપણ સ્માર્ટફોન ખરીદવો પડશે. ઉલ્લેખનીય છે કે  LYFનો સૌથી સસ્તો ફોન ફક્ત 3000માં મળે છે અને આ સાથે પણ જિયોની આ ઓફર તમને મળી શકે છે. આ ફોન ખરીદ્યા પછી તમારે જિયોની એક સિમ પણ ખરીદવી પડશે. આ માટે રિલાયંસના ડિઝીટલ સ્ટોર પર જઈને KYC ડોક્યૂમેંટ અને ફોટોગ્રાફ સબમિટ કરો. 
 
અલ્ટરનેટિવ નંબર પર કન્ફર્મેંશન મેસેજ મળ્યા પછી તમને ટેલી વેરીફિકેશન કરાવવુ પડહે. ટેલી વેરીફિકેશનના સમયે ડૉક્યૂમેંટ સાથે રિલેટેડ કેટલાક સવાલ જવાબ પૂછવામાં આવશે.  જેનો જવાબ તમારે આપવો પડશે. વેરીફીકેશન પછી તમને My Jio app  મા જઈને લૉગ ઈન કરો અને તમે અનલિમિટેડ કૉલિંગ અને ડેટાનો આનંદ ઉઠાવી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#UP Election - અખિલેશ યાદવને લઈને મુલાયમસિંહની બીજી પત્ની ષડયંત્ર રચી રહી છે