Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 વર્ષના સ્પિનર નૂર અહમદ કોણ છે જેમણે મુંબઈ ઇન્ડિયન્સને હંફાવીને ગુજરાત ટાઇટન્સને વિજેતા બનાવ્યું?

noor ahemed
, બુધવાર, 26 એપ્રિલ 2023 (12:19 IST)
આઈપીએલની 35મી મૅચમાં ગુજરાત ટાઇટન્સને મુંબઈ ઇન્ડિયન્સને 55 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટના નુકસાન પર 207 રન બનાવ્યા હતા. ગુજરાતની ઇનિંગ્સમાં શુભમન ગિલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર અને રાહુલ તેવતિયાએ જોરદાર ઇનિંગ્સ રમી હતી.
જોકે જવાબમાં રોહિત શર્માની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. 
 
ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમાઈ રહેલી આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મુંબઈની ટીમે પ્રથમ ઓવર અર્જુન તેંડુલકરને આપી હતી, સાથે રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ગુજરાત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા.
 
પાવરપ્લેમાં અર્જુન તેંડુલકરે રિદ્ધિમાન સાહાને 4 રનના સ્કોર પર ત્રીજી ઓવરમાં પેવેલિયન પાછા મોકલી દીધા હતા. ત્યારબાદ ઇનિંગ્સ સંભાળવા ત્રીજા નંબરે હાર્દિક પંડ્યા આવ્યા હતા. બંને ખેલાડીઓએ આગામી ત્રણ ઓવર સંયમ સાથે રમી અને ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં શુભમન ગિલે કૅમરન ગ્રીનના બૉલ પર બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને ઇનિંગને ઝડપી બનાવી હતી. આ ઓવરમાં કુલ 17 રન થયા હતા.
 
જોકે, સાતમી ઓવરમાં ગુજરાત ટાઇટન્સના કપ્તાન પીયુષ ચાવલાએ ઘણો આગળ બૉલ નાખ્યો અને હાર્દિક પંડ્યા શૉટ મારવાની કોશિશમાં બાઉન્ડ્રી લાઈન પર સૂર્યકુમાર યાદવને કૅચ આપી બેઠા હતા. પીયૂષ ચાવલા મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝનમાં સૌથી વધુ સફળ બૉલર્સમાંના એક રહ્યા છે, પરંતુ ગુજરાતના શુભમન ગિલે તેમનો રન રેટ ટકાવી રાખ્યો હતો.
 
ગિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 બૉલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. કુમાર કાર્તિકેયની પ્રથમ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર શુભમન ગિલ કાર્તિકેયની બીજી ઓવર (11.1) માં સૂર્ય કુમારના હાથે બાઉન્ડ્રી લાઇન પર કૅચ આઉટ થયા હતા. ગિલના બેટ દ્વારા 34 બૉલમાં 56 રન બન્યા હતા.
 
અત્યાર સુધી ગુજરાતની આશા વિજય શંકર પર ટકેલી હતી અને તેમણે પોતાનો હાથ ખોલવાનું શરૂ કર્યું હતું, પરંતુ ત્યારે જ પીયૂષ ચાવલા આવ્યા અને તેમના સ્પિનમાં ફસાઈને 13મી ઓવરમાં શંકર પણ કૅચ આપી આઉટ થયા હતા.
 
ત્યારબાદ ડેવિડ મિલર અને બીજા છેડે અભિનવ મનોહરે ગુજરાતની ઇનિંગ્સ જાળવી રાખી હતી. આ ભાગીદારીએ રંગ જમાવ્યો અને ગુજરાતને ટ્રેક પર લાવીને સ્કોર 150ની પાર લઈ ગયા હતા. બંને ખેલાડીઓએ મોટા-મોટા શૉટ ફટકાર્યા હતા અને આવા જ એક પ્રયાસમાં મનોહર 19મી ઓવરમાં મૅરિડિથના બૉલ પર રમતા લૉન્ગ ઑફ પર કૅચ આઉટ થઈ ગયા હતા.
 
જોકે 21 બૉલમાં બનેલા મનોહરના 42 રન મૅચનો મિજાઝ બદલવા માટે પૂરતા હતા. ત્ચારબાદ મિલર અને રાહુલ તેવતિયાએ ઝડપથી રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં, પરંતુ મોટો શૉટ મારવાના ચક્કરમાં ડેવિડ મિલર પણ કૅચ આઉટ થઈ ગયા હતા. મિલર તેમની હાફ સેંચુરીથી માત્ર ચાર રન દૂર હતા. તેવતિયાએ માત્ર પાંચ બૉલમાં 20 રન બનાવ્યા હતા. 
 
મુંબઈ ઇન્ડિયન્સ માટે પિયુષ ચાવલા સૌથી વધુ કિફાયતી રહ્યા હતા. તેમણે બે મૂલ્યવાન વિકેટ લીધી અને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. છેલ્લી ઓવરનો પહેલો બૉલ વાઈડ હતો. આ અંગે મુંબઈ ઈન્ડિયન્સનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. પરિણામ ગુજરાતની તરફેણમાં રહ્યું હતું. ત્યાર પછી રાહુલ તેવતિયાએ આગામી બે બૉલમાં સતત છગ્ગા ફટકાર્યા હતા. 
 
નૂર અહમદની મહત્ત્વની ભૂમિકા
 
આ સાથે 18 વર્ષીય નૂર અહમદે ગુજરાત ટાઇટન્સની શાનદાર જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જેનાથી સૂર્યકુમાર યાદવ, કૅમરન ગ્રીન અને ટિમ ડેવિડની તોફાની ત્રિપુટીનો માર્ગ પ્રશસ્ત થયો. 208 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 152 રન જ બનાવી શકી.
 
ટાઇટન્સની ટીમ 55 રનથી જીતી ગઈ. 21 બૉલમાં 42 રન બનાવનારા અભિનમ મનોહર મૅન ઑફ ધ મૅચ બન્યા.
 
ગ્રીને 26 બૉલમાં 33 રન બનાવ્યા હતા. આ સાથે અભિનવ મનોહરે નૂરની બૉલિંગ પર જોરદાર કૅચ પકડ્યો હતો. સૂર્યકુમાર યાદવે ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કર્યું હતું, પરંતુ નૂરે પોતાના જ બૉલ પર જોરદાર કૅચ પકડ્યો હતો. સૂર્યકુમારે 23 રન બનાવ્યા હતા. સુર્યકુમારના પાછા વળતાની સાથે જ મુંબઈની જીતની આશા ખતમ થઈ ગઈ હતી.

 
મુંબઈની ખરાબ શરૂઆત
 
208 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ઈનિંગ્સ શરૂઆતમાં જ ડગમગી ગઈ હતી. ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કરતી વખતે રોહિત શર્માના મગજમાં પણ આ જ વાત હશે. જોકે, બીજી ઓપનિંગ કરવા આવેલા રોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિકના બૉલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંડ્યાએ રોહિતને કૉટ ઍન્ડ બોલ્ડ કર્યા હતા. ધીમી શરૂઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સના આ સમયે માત્ર 4 રન થયા હતા.
 
કૅમરન ગ્રીન અને ઈશાન કિશન જેવા બૅટ્સમૅન પણ ગુજરાતના બૉલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. રનની ધીમી ગતિ મુંબઈ ઈન્ડિયન્સનો પીછો છોડતી ન હતી. પાંચ ઓવર પૂરી થયા બાદ મુંબઈએ માત્ર 26 રન બનાવ્યા હતા, તે પણ એક મોટી વિકેટના નુકસાન પર. કૅમરન ગ્રીને સેટ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ્સનો પાયો નાખ્યો હતો.
 
પરંતુ બીજા છેડે ઈશાન કિશને આઠમી ઓવરમાં રાશિદ ખાનના બૉલ પર મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો અને નૂર અહેમદના હાથે કૅચ પકડાઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 42 રનના સ્કોર પર પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. 
 
તિલક વર્માને મુંબઈએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર મોકલ્યા હતા, પરંતુ રાશિદ ખાને તેમને પણ પોતાના નિશાન બનાવ્યા હતા અને આઠમી ઓવરમાં જ તે પણ LBW આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. 
સામે પહાડ જેવો સ્કોર અને મુંબઈ ઈન્ડિયન્સની ધીમી બેટિંગ બંનેના કારણે રોહિતની પલટન એક વખત પણ મૅચમાં પકડ બનાવતી જોવા મળી ન હતી.
 
નૂર અહેમદે કૅમરન ગ્રીન સાથે મુંબઈ ઈન્ડિયન્સની અપેક્ષાઓને 'ક્લીન બોલ્ડ' કરી હતી. અગિયારમી ઓવરમાં કૅમેરન ગ્રીન 33 રનના અંગત સ્કોર પર આઉટ થયા હતા. ત્યારબાદ ટિમ ડેવિડ પણ આ જ ઓવરમાં ફુલ ટૉસ બૉલ પર શૉટ ફટકારવાના ચક્કરમાં બાઉન્ડ્રી લાઇન પર રન બનાવ્યા વિના કૅચ આઉટ થઈ ગયા હતા. મુંબઈ ઇન્ડિયન્સની અડધી ટીમ 59 રનના કુલ સ્કોર પર પેવેલિયનમાં બેસી ગઈ હતી.
 
સૂર્ય કુમાર યાદવે રાશિદ ખાનની ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને થોડી આશા જગાવી હતી, પરંતુ 13મી ઓવરના છેલ્લા બૉલ પર નૂર અહમદે તેમને પણ પરત મોકલી દીધા હતા. 17મી ઓવરમાં પહેલા પીયૂષ ચાવડા અને પછી નેહર વાડેરા પણ આઉટ થયા હતા. મુંબઈની ઇનિંગ્સમાં નેહર વાડેરાએ સૌથી વધુ 21 બૉલમાં 40 રન બનાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Operation Kaveri : ભારતે સુદાનમાંથી 561 લોકોને બચાવ્યા પર