Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GT vs CSK, IPL 2023 Highlights: ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું

GT vs CSK, IPL 2023 Highlights: ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું
, શુક્રવાર, 31 માર્ચ 2023 (23:47 IST)
GT vs CSK, IPL 2023 ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં વિજયી શરૂઆત કરી છે. ટીમે રોમાંચક મુકાબલામાં 4 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. ચેન્નઈ સામે ગુજરાતની આ સતત ત્રીજી જીત છે. ટીમને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. જે ડિફેન્ડિંગ ચેમ્પિયને 4 બોલ બાકી રાખીને હાંસલ કર્યો હતો. રાહુલ તેવતિયાએ વિનિંગ શોટ ફટકાર્યો.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. 179 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટે હાંસલ કરી લીધો હતો.



હવે વાંચો મેચના ટર્નિંગ પોઈન્ટ
 
ગાયકવાડની વિકેટ  - પ્રથમ દાવમાં ઋતુરાજ ગાયકવાડની વિકેટ ચેન્નઈ સુપર કિંગ્સની હારનું કારણ બની હતી. ગાયકવાડ 18મી ઓવરના પ્રથમ બોલ પર 92 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે CSKનો સ્કોર 151/5 હતો. ટીમ છેલ્લા 17 બોલમાં માત્ર 28 રન જ બનાવી શકી હતી અને અમદાવાદની બેટિંગ પિચ પર 200 રનના આંકડા ને સ્પર્શી શકી નહોતી.

 
શુભમન ગીલની ઇનિંગ - 179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને શુભમન ગીલે શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પહેલા રિદ્ધિમાન સાહા સાથે 37 રનની ભાગીદારી કરી અને પછી સાઈ સુદર્શન સાથે 53 રનની ભાગીદારી કરી. તે 15મી ઓવર સુધી રહ્યો અને 36 બોલમાં 63 રનની ઇનિંગ રમીને આઉટ થયો. આ સમયે ટીમનો
 
વિજય શંકરની વિકેટ - બીજી ઈનિંગની 18મી ઓવરમાં વિજય શંકરની વિકેટ ગુજરાત માટે ટર્નિંગ પોઈન્ટ બની હતી. તેના આઉટ થયા બાદ રાશિદ ખાન બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 3 બોલમાં એક સિક્સ અને એક ફોર ફટકારીને મેચને ગુજરાતની તરફેણમાં મૂકી દીધી હતી. ટીમને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. ત્યારબાદ રાહુલ તેવટિયાએ પ્રથમ 2 બોલમાં એક સિક્સર અને 1 ફોર ફટકારીને ટીમને 3 વિકેટે જીત અપાવી હતી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ધમાકેદાર શરૂઆત