Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈપીએલ 2019ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયની 1 રનથી રોમાંચક જીત

આઈપીએલ 2019ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયની  1 રનથી રોમાંચક જીત
, સોમવાર, 13 મે 2019 (01:00 IST)
આઈપીએલ 2019ની હાઈપ્રોફાઈલ ફાઈનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપરકિંગ્સને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં 1 રનથી હાર આપીને ચોથી વખત ખિતાબ જીત્યો હતો  મુંબઈએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈએ 20 ઑવરમાં 8 વિકેટે 149 રન કર્યા હતા. મુંબઈ તરફથી કિરૉન પૉાલાર્ડે અણનમ 41 રન, ડી કૉકે 29, ઈશાન કિશને 23, હાર્દિક પંડ્યાએ 13, રોહિત શર્માએ 15 અને સૂર્યકુમાર યાદવે 15 રન કર્યા હતા. ચેન્નઈ તરફથી દીપક ચહરે 3, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી.
webdunia
150 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલું ચેન્નઈ 20 ઑવરમાં 7 વિકેટે 148 રન જ બનાવી શક્યું હતુ. ચેન્નઈ તરફથી શેન વૉટસને 59 બૉલમાં 80 અને ડુ પ્લેસિસે 26 રન બનાવ્યા હતા. જો કે તે સિવાયનાં બેટ્સમેન નિષ્ફળ રહેતા ચેન્નઈએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે મુંબઈએ ચોથીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે અને આઈપીએલ 12માં તેણે ચેન્નઈને 4માંથી 4 મેચમાં પરાજય આપ્યો છે.
webdunia
મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. પોલાર્ડ 25 બોલમાં 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા (15 રન) અને ક્વિન્ટન ડી કોકે (29 રન) 4.5 ઓવરમાં 45 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈ તરફથી દિપક ચહરે 3, ઇમરાન તાહિર અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યમુનાનગર: સનકી મંગેતરએ નહાઈ રહી યુવતી પર છરીથી કર્યા 40 વાર પછી પોતાની ગરદન કાપી