Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમને પણ આવે છે ખૂબ પરસેવું? તો આ રીએ મેળવો પરસેવાની દુર્ગંધથી છુટકારો

શું તમને પણ આવે છે ખૂબ પરસેવું? તો આ રીએ મેળવો પરસેવાની દુર્ગંધથી છુટકારો
, ગુરુવાર, 4 એપ્રિલ 2019 (00:18 IST)
ધોમ ગરમીમાં પરસેવું આવવું સામાન્ય વાત છે. પણ ઘણા લોકોને હદથી વધારે પરસેવું આવે છે. જો પરસેવાને સાફ નહી કરાય અને આ લાંબા સમય સુધી શરીર પર રગે છે તો તેનાથી દુર્ગંધ આવે જ છે, સાથે જ કીટાણુઓને જન્મ પણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમને કેટલીક વાતોં પર ધ્યાન આપવું પડશે. અમે તમને જણાવીએ છે...
1. શરીરના જે ભાગથી તમને વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, ત્યારે ઘરથી બહાર નિકળતા પહેલા થોડા મિનિટ તે જગ્યા પર બરફ લગાવીને રાખવું. તેનાથી વધારે પરસેવું નહી આવશે. 
 
2. જો તમારા પગના તળિયામાં વધારે પરસેવું આવે છે, તો ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડી પાઉડર નાખી દો. હવે આ ટબમાં બે થી પાંચ મિનિટ તમારા પગને ડુબાડી બેસો.
 
3. જે કપડા તમે આખુ દિવસ પહેરીને બહાર ગયા છો તે કપડા ધોયા પછી જ અલમારીમાં મૂકવું. 
 
4. વધારે સમય પહેરેલા અને વગર ધુલેલા કપડા અલમારીમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટીરિયા સક્રિય થઈ જાય છે અને આ દુર્ગંધ બીજા સાફ કપડામાં પણ પહોંચી જાય છે અને તમે સમજી નહી શકો છો કે સાફ ધુલેલા કપડાથી અજીબ ગંધ શા માટે આવી રહી છે. 
 
5. આ મૌસમમાં સિથેટિક કપડા ન પહેરવું પણ સૂતરના કપડા પહેરવું. આવા કપડા પહેરવા જે શરીરથી ચોંટાય નહી, કારણ કે ચુસ્ટ કે ફિટ કપડામાં વધારે પરસેવું આવે છે અને તેનાથી હવા પાસ નહી હોઈ શકે જેનાથી દુર્ગંધ આવે છે. 
 
6. શરીરની સાફ-સફાઈનો ખાસ ધ્યાન રાખવું, જરૂર પડે તો દિવસમાં બે વાર નહાવી લો. 
 
7. નહાવા માટે લીમડા કે એંટી બેક્ટીરિયલ સાબુનો ઉપયોગ કરવું. 
 
8. તળેલા અને મસાલાયુક્ત વસ્તુઓ આ મૌસમમાં ખાવાથી બચવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ઉપવાસ કરવાના 5 આરોગ્ય ફાયદા