Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુનીતા યાદવે ફેસબુક લાઇવમાં કહ્યું- તે દિવસે અમારી સાથે નિર્ભયાકાંડ જેવી ઘટના પણ થઇ શકતી હતી

સુનીતા યાદવે ફેસબુક લાઇવમાં કહ્યું- તે દિવસે અમારી સાથે નિર્ભયાકાંડ જેવી ઘટના પણ થઇ શકતી હતી
, બુધવાર, 15 જુલાઈ 2020 (13:12 IST)
એલઆર સુનીતા યાદવે મંગળવારે ફેસબુક લાઇવ કરીને કહ્યું કે પોલીસ 24 કલાક કામ કરે છે. પોલીસ પર દબાણ હોય છે. લોકોને પોલીસ સાથે પ્રેમથી વાતચીત કરવાની હોય છે. લોકો તૂ તૂ-મેં મેં કરશે પોલીસવાળા મગજ ખરાબ થશે. પોલીસ લોકો પર કંઇ પણ ન કરી શકે, કારણ કે તેના હાથ બંધાયેલા હોય છે, તેનો ગુસ્સો પરિવારવાળા પર ઉતરે છે. એલઆર સુનીતા યાદવ વહિવટીતંત્ર સાથે મીડિયાને પણ કોસી રહી છે. સુનીતા યાદવ અનુસાર હવે તેમને રાજીનામું આપ્યું નથી, મૌખિકરૂપથી કહી રહી છે, પરંતુ જલદી અધિકારીઓને પોતાનું રાજીનામું આપી દેશે. આ બધી બાબતોને સુનીતા યાદવએ ફેસબુક પર શેર કર્યું છે. 15 મિનિટના વીડિયોમાં સુનિતા યાદવે કહ્યું કે તે નિર્ભયાકાંડ જેવી ઘટના થઇ શકે છે. 
 
સુનીતા યાદવે ફેસબુક પર લાઇવ કર્યું હતું અને કહ્યું હતું કે મારા પર સતત દબાણ નાખવામાં આવી રહ્યું છે. તેનાથી હું ખૂબ પરેશાન છું. મીડિયા પર ભડાસ કાધે હતી. કહ્યું કે સત્યને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ સત્યને છુપાવી ન શકાય. મારો વાતો જે બધાની સમક્ષ રાખવામાં આવી રહી છે, તે ખોટું છે. મારે આઇપીએસ બનવું છે, જીવતી રહીશ તો બનીને બતાવીશ. સુનીતાનું માનવું છે કે અત્યાર સુધી જે કંઇપણ થયું છે કે તે ટ્રલર છે. અસલી પિક્ચર તો અભી બાકી હૈ, ત્યારે બધાની પોલ ખુલશે. 
 
સુનીતા યાદવે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહી આવે, ત્યાં સુધી આ અન્યાય વિરૂદ્ધ લડાઇ લડતી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર દિવસથી સુનિતા યાદવ ચર્ચામાં છે. આ વખતે તેમણે ફેસબુક પોસ્ટ પર પોલીસ અધિકારી નેતા અને મીડિયાને વિલન ગણાવ્યું છે. સુનીતાનું માનીએ તો પોલીસ અધિકારી તેને પરેશાન કરી રહ્યા છે અને નેતા દબાણ કરી રહ્યા છે. 
 
લોકરક્ષ સુનીતા યાદવે મોટો આરોપ લગાવ્યો છે. સુનીતા યાદવે કહ્યું કે ઘટનાવાળી રાત્રે મિત્રો સાથે પોલીસના સભ્યો ત્યાં હાજર ન હોત તો દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના થઇ હોત. આ વાતને સમજવા માટે કોઇપણ તૈયાર નથી. જોકે તેમણે કોઇનું નામ લીધું નથી, આ ઇશારો તે રાત્રે હાજર લોકો પર હતો. પોલીસ વિભાગમાં પણ ચર્ચામાં શરૂ થઇ ગઇ છે એફઓપી તે કયા સભ્ય હતા, જે ત્યાં હાજર હતા અને વીડિયો બનાવ્યો. 
 
સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પર રાજકીય દબાણ આપવામાં આવી રહ્યું છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ સાથે પોલીસનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. 
 
સુનીતા યાદવે ફેસબુલ લાઇવમાં કહ્યું કે જ્યારે પણ પોલીસ કરપ્શન કરે છે તો પ્રશ્નો ઉભા થાય છે. કોઇ એ નથી પૂછતું નથી કે પોલીસ કરપ્શન કેમ લે છે. સુનીતા યાદવે કહ્યું કે બીજી જગ્યાએથી જ્યારે કોઇની સુરત બદલી થાય છે તો 20 થી 25 હજાર રૂપિયામાં તેમનું ઘર કેવી રીતે ચાલશે. તે અંગે તમે ક્યારેય વિચાર્યું છે? કોઇપણ પોલીસકર્મીની જ્યારે બદલી થાય છે તો આટલા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોય છે. મહિલાઓનું તો 10,000માં પણ કામ થઇ જાય છે,પરંતુ પુરૂષો માટે આ રકમ ખૂબ ઓછી છે. સુનીતા યાદવનું માનીએ તો કરપ્શન પર તો પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ કરપ્શન કેમ લે છે, તેનાથી કંઇ થતું નથી. સુનીતાનું માનીએ તો જલદી જ કમિશ્નરને પોતાનું રાજીનામું સોંપશે, પરંતુ તે પહેલાં મોટો ખુલાસો કરશે.

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના રિવર ફ્રન્ટ સહિત ગુજરાતના આ ચાર સ્થળોએ બનશે વોટર એરોડ્રોમ