Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL-8: કિંગ્સ ઈલેવને મુંબઈ ઈંડિયંસને 18 રનથી હરાવ્યુ

IPL-8: કિંગ્સ ઈલેવને મુંબઈ ઈંડિયંસને 18 રનથી હરાવ્યુ
મુંબઈ , સોમવાર, 13 એપ્રિલ 2015 (13:56 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)ની સાતમી મેચમાં રવિવારે થયેલ રોમાંચક હરીફાઈમાં કિંગ્સ ઈલેવન પંજાબે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈંડિયંસને 18 રનથી હરાવીને આ સત્રની પ્રથમ જીત મેળવી. બીજી બાજુ મુંબઈને સતત બીજી હારનો સામનો કરવો  પડ્યો. 
 
કિંગ્સ ઈલેવન તરફથી મળેલ 178 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈંડિયંસ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન પર ઓલ આઉટ થઈ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે હરભજન સિંહની જોરદાર રમત પણ મુંબઈને જીત ન અપાવી શકી. એક સમયે મુંબઈની અડધી ટીમ ફક્ત 55 રન પર પેવેલિયન ભેગી થઈ ચુકી હતી પણ હરભજના ઝડપી રમતે મેચમાં થોડી આશા જગાવી. 
 
એક બાજુ મુંબઈ ખૂબ શરમજનક હાર તરફ આગળ વધી રહી હતી. પણ હરભજન સિંહ (64) અને જગદીશ સૂચિત (34)ની વચ્ચે સાતમી વિકેટ માટે 37 બોલ પર થયેલ 100 રનોની ધૂંઆધાર ભાગીદારીએ મેચમાં રોમાંચ લાવી દીધો. ઓવર સમાપ્ત થવાને કારણે હરભજન અને સૂચીતની જોડી પણ મુંબઈને જીત ન અપાવી શકી. 
 
આ પહેલા કિંગ્સ ઈલેવને 20 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 177 રન બનાવ્યા. કપ્તાન જોર્જ બેલીએ 32 બોલમાં 4 ચોક્કા અને 3 છક્કાની મદદથી અણનમ 61 રનની શાનદાર રમત રમી. સારી શરૂઆત અને પછી મઘ્યમાં ડામાડોલ થયા પછી કિંગ્સ ઈલેવનના બેટ્સમેનોએ છેલ્લી 10 ઓવરમાં 90 રન બનાવ્યા.  IPLની પ્રથમ મેચમાં નિષ્ફળ રહેલા ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ (36) અને મુરલી વિજય (35) સાથે રમ્તા ટીમને સારી શરૂઆત અપાવી.  બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati