Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોર્ડેનાઇઝેશનથી 200 કરોડના ખર્ચે પોલીસ તંત્ર બનશે હાઈટેક

મોર્ડેનાઇઝેશનથી  200 કરોડના ખર્ચે પોલીસ તંત્ર બનશે હાઈટેક
, શુક્રવાર, 11 મે 2018 (15:24 IST)
હવે જો કોઇ આરોપીને પોલીસ પકડશે તો તેના ફોટા સાથેનો સંદેશો મોબાઇલ ઉપર ફરિયાદીને મળી જશે. જેથી ફરિયાદીને ખબર પડી શકે કે પોલીસે કાર્યવાહી કરી છે. સાથે હવે જે વાહન ચાલકો લેન પર નહી ચાલે તેની સામે લાયસંસ જપ્તી સુધી કાર્યવાહી કરવાની યોજના છે. જે આગામી 3 મહિનામાં લાગુ કરવાની યોજના છે. જેના માટે 200 કરોડની જોગવાઇ પણ સરકારે કરી છે. પોલીસ અને તેના લગતા વિભાગોને હવે આધુનિક બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. જેના માટે 3 મહિનામાં સમગ્ર યોજનાને આખરી ઓપ આપી લાગુ કરવાની સમય મર્યાદા અપાઇ છે.
webdunia

ગૃહ વિભાગના સુત્રોની માનીએ તો આના માટે સરકારે અલગથી 200 કરોડની ફાળવણી કરી છે. પોલીસ મોર્ડેનાઇઝેશનને લઇને ગૃહ વિભાગે હવે મેગા ઓપરેશન શરુ કર્યા છે. જેમાં બે સ્તરે કામ થશે,એક ટ્રાફીકના સ્તરે.બીજુ પોલીસ સુધારાણાના સ્તરે, જેમાં રાજ્યભરમાં તીસરી આંખ મહત્વપુર્ણ ભુમિકા ભજવવા જઇ રહી છે. ટ્રાફીકમાં હવે ગૃહ વિભાગ રાજ્ય ભરમાં સાત હજાર સીસીટીવી કેમેરા, જેનુ મોનિટરિંગ જિલ્લા સ્તરે અને સ્ટેટ સ્તરે થાય તેના માટે વ્યવસ્થા કરશે, મહત્તમ કામ પુર્ણ થઇ ગયું છે. તે સિવાય ટ્રાફીકને લઇને હવે લેન વ્યવસ્થાને વધુ કડકાઇથી અમલી કરવા માટે કડકાઇ કરાશે. જે વાહનો લેનમાં નહી હોય તેમની સાથે દંડનીય કાર્યવાહી થશે, તો ખોટી રીતે ઓવરટેક કરનારા વાહન ચાલકોના સામે કડક પગલા ભરાશે, જેમાં આર્થિક દંડની સાથે લાયસંસ જપ્ત કરવા અને રદ્દ કરાશે તો જેલ પણ મોકલી શકાય છે. તો વાહનોના સ્પીડ ઉપર કંટ્રોલ રાખવા માટે  સીસીટીવી કેમેરાની મદદ લેવાશે, સાથે અલગથી સ્પીડ ગનની સંખ્યા પણ 300ની કરવાની તૈયારી થઇ રહી છે, જેથી વાહનોની સ્પીડ ઉપર નિયંત્રણ રખાશે,
webdunia

આ ઉપરાંત ટ્રાફીક જવાનોની ભરતીઓ કરવા માટેની શરુઆત પણ ટુંક સમયમાં શરુ થશે, તે સિવાય હવે પોલીસ સુધારણાની અમલવારી કરવાની કવાયત થઇ રહી છે.જેમાં રાજ્યના તમામ પોલીસ વાહનોમાં જીપીએસના માધ્યમથી સુસજ્જ કરાશે. જેનાથી ખબર પડી જશે કે કોઇ પોલીસ કર્મચારી પોતાની હદની બહાર જાય છે કે કેમ તે સિવાય પેટ્રોલિંગ યોગ્ય રીતે થાય છે કે કેમ તેને લઇને પણ મોનિટરીંગ થશે. જેમાં જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે અલગ કંટ્રોલ રૂમ બનાવાશે. આ ઉપરાંત હવે જે રીતે ઓન લાઇન એફઆઇઆર મુકાય છે તેવી રીતે ચાર્જશીટ પણ મુકાય તેવી વ્યવસ્થા કરવાની યોજના જલ્દી અમલી બનાવાશે. રાજ્ય સરકારે લેન સિસ્ટમને અમલી બનાવવા માટે ગૃહ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પાસેથી રિપોર્ટ  મંગાવ્યો છે, જેના કારણે કાયદામાં સુધારા કરી શકાય, પણ સરકારના રાજકીય પાંખને લાગે છે કે જો કાયદામાં સખતાઇ કરાશે તો મતદારો નારાજ થઇ શકે છે, જે 2019 માટે ગુજરાતમાં પોસાય તેમ નથી, જેથી સરકાર હાલ રાજકીય નફા નુકશાનને જોઇને આ દિશામાં પગલુ લેવા માગે છે, જેથી હાલ પ્રશાસનિક પાંખ રાજકીય પાંખના ઇશારાને રાહ જોઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જૂનાગઢના પાંજરાપોળમાંથી 600 ગાયો ભેદી રીતે ગુમ થઈ