Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ છે માયા કોડનાની જેમણે હાઈ કોર્ટે મુક્ત કરી દીધા..

કોણ છે માયા કોડનાની જેમણે હાઈ કોર્ટે મુક્ત કરી દીધા..
, શુક્રવાર, 20 એપ્રિલ 2018 (15:21 IST)
ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2002ના રમખાણોના એક મામલામાં રાજ્યની પૂર્વ ભાજપા મંત્રી માયા કોડનાનીને મુક્ત કરી દીધા છે.  આ ઉપરાંત બજરંગ દળના નેતા બાબૂ બજરંગીની સજા આજીવનથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે.  બીજેપી અધ્યક્ષ અમિત શાહ માયા કોડનાની માટે બચાવ પક્ષના સાક્ષીના રૂપમાં રજુ થયા હતા. તેમણે કહ્યુ  હતુ કે પોલીસ તેમને અને માયાને સુરક્ષિત સ્થાન પર લઈ ગઈ હતી કારણ કે ગુસ્સેલ ટોળાએ હોસ્પિટલને ઘેરી લીધુ હ તુ. 
 
જ્યારે પણ 2002ના ગુજરાતના રમખાણોની વાત આવે છે ત્યારે કેટલાક નામ હંમેશા ઉછળીને સામે આવતા રહે છે અને તેમાંથી એક છે માયા કોડનાની. નરોડા પાટિયા રમખાણોના મામલામાં વિશેષ અદાલતે જે 32 લોકોને દોષિત માન્યા છે તેમાં માયા કોડનાનીનું નામ પણ સામેલ છે.
webdunia
કોણ છે માયા કોડનાની 
 
માયા કોડનાની ભાજપની ટિકિટ પર ત્રણ વાર ધારાસભ્ય બની ચુક્યા છે અને મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. માયા કોડનાની પહેલા મહિલા ધારાસભ્ય છે જેમને ગોધરાકાંડના રમખાણો બાદ સજા ફટકારાઈ છે.
 
નરોડા પાટિયાની ઘટના 28 જાન્યુઆરી 2002ના ગોધરાકાંડ બાદ થઈ હતી જ્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારને ઘેરી લઈને 97 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આરોપ હતો કે આ ટોળાંનું નેતૃત્વ માયા કોડનાનીએ કર્યું હતું. માયા કોડનાની નરેન્દ્ર મોદીના ખાસ પણ મનાતા હતા.
 
આરએસએસના સભ્ય અને સાથે ડોક્ટર પણ
 
માયા કોડનાનીનું પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા સિંધમાં રહેતું હતું પરંતુ બાદમાં તે ગુજરાત આવીને વસ્યું હતું. વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ એવા માયા કોડનાની આરએસએસના સભ્ય પણ હતાં. તેઓ ડોક્ટર તરીકે નહીં પણ આરએસએસના કાર્યકર તરીકે ઓળખાતાં હતાં.
 
નરોડામાં તેમની પોતાની મેટરનિટી હોસ્પિટલ હતી પરંતુ તે સ્થાનિક રાજકારણમાં સક્રિય થઈ ગયા હતાં. પોતાના વાકચાતુર્યને કારણે તે ભાજપમાં ખાસ્સાં લોકપ્રિય બન્યા હતા અને અડવાણીના પણ ખાસ બની ગયા હતા. 1998 સુધી તે નરોડાના વિધાનસભ્ય બની ગયા હતકા. પરંતુ 2002ના રમખાણોમાં તેમનું નામ સામે આવતા જ તેમની શાખને ધક્કો વાગ્યો હતો.
webdunia
સાખને લાગ્યો ધક્કો 
 
પોતાની વાકપટુતાને કારણે તે ભાજપામાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ અને અડવાણીના પણ નિકટની હતી. 1998 સુધી તે નરોડાથી ધારાસભ્ય બની ગઈ. પણ 2002ના ગુજરાત રમખાણોમાં જ્યારે તેનુ નામ સામે આવ્યુ તો તેમની સાખને ધક્કો લાગ્યો. 
 
2002માં જ થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તે વિજયી રહી. વર્ષ 2007ના ગુજરાત વિધાનસભા ચૂંટ્ણીમાં પણ માયા કોડનની ફરી જીતી ગઈ અને ટૂંક સમયમાં જ ગુજરાત સરકારમાં મંત્રી પણ બની ગઈ. 
. પરંતુ 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ ટીમે તેમને પુછપરછ માટે સમન્સ પાઠવ્યું અને બાદમાં તેમની ધરપકડ કરી લેવાઈ હતી જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
 
જોકે, તેઓ ટૂંક સમયમાં જ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. આ દરમિયાન તે વિધાનસભા પણ જતા રહ્યા અને નરોડા પાટિયાનો કેસ પણ ચાલતો રહ્યો હતો.
 
આખરે 29 ઓગષ્ટમાં કોર્ટે તેમને પાટિયા રમખાણોમાં દોષિત કરાર આપ્યો હતો અને 31 ઓગષ્ટના રોજ તેમને 28 વર્ષની કેદની સજા ફટકારાઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના બળાત્કાર કેસમાં પોલીસને મોટી સફળતા મળી, ત્રણ શખ્સોની અટકાયત કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું