Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શુ છે કાલસર્પ દોષ અને કેવી રીતે કરવુ જોઈએ કાલસર્પ દોષનું નિવારણ

kal sarp dosh
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (21:21 IST)
કાલસર્પ  એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. 
 
કાલસર્પ યોગવાળા ઘણા વ્યક્તિ એવા પણ થઈ ચુક્યા છે જે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા ઊંચા પદ પર પહોંચ્યા. જેમા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી સ્વ. પં જવાહર લાલ નેહરુ, સ્વ મોરારજી ભાઈ દેસાઈ અને સ્વ ચંદ્રશેખર સિંહ પણ કાલસર્પ દોષથી ગ્રસ્તિ થાઅ. પરંતુ તેઓ છતા પણ ભારતના પ્રધાનમંત્રી પદને સુશોભિત કરી ચુક્યા છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ નિરાશ ન થવુ જોઈએ. તેને પોતાના કર્તવ્યોનુ પાલન સંપૂર્ણ મનથી કરવુ જોઈએ. 
 
શુ આપ જાણો છો કાલસર્પના પણ 12 પ્રકાર છે. મુખ્ય રૂપથી 12 કાલસર્પ યોગ છે એવુ માનવામાં આવે છે. આવો જાણીએ એ 12 કાલસર્પ યોગના નામ 
 
1. અનંત કાલસર્પ યોગ 
2. કુલિક કાલસર્પ યોગ 
3. વસુકિ કાલસર્પ યોગ 
4 શંખપાલ કાલસર્પ યોગ 
5 પદમ કાલસર્પ યોગ 
6.  મહાપદમ કાલસર્પ યોગ 
7. તક્ષક કાલસર્પ યોગ
8. કારકોટક કાલસર્પ યોગ
9. શંખચૂડ કાલસર્પ યોગ
10. ઘાતક કાલસર્પ યોગ
11. વિષઘર કાલસર્પ યોગ
12. શેષનાગ કાલસર્પ યોગ 
 
 
જો કાલસર્પ યોગ Kaal Sarp Yogનો પ્રભાવ કોઈ જાતક માટે અનિષ્ટકારી હોય તો તેણે જીવનમાં સફળતા માટે આનો ઉપય જરૂર કરવો જોઈએ. 
 
કાલ સર્પ યોગના ઉપાય Kaal Sarp Yoga Na Upay માટે શ્રાવણનો મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ખાસ કરીને કાલ સર્પયોગના ઉપાયનો અચૂક સમય શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની નાગ પૂજાનો દિવ્સ અર્થાત નાગ પંચમી માનવમાં આવી છે. 
 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચમી તિથિના દેવતા શેષનાગ છે. તેથી આ દિવસ ખૂબ શુભ ફળ આપનારો માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે કાલસર્પ દોષ શાંતિ માટે નાગ અને શિવની વિશેષ પૂજા અને ઉપાસનાથી જીવનમાં આવી રહેલ અવરોધો નિશ્ચિત રૂપે દૂર થાય છે. 
 
કાલસર્પ યોગના ઉપાય નદીના કિનારે કે શંકરજીના મંદિરમાં કરવા જોઈએ.  કાલસર્પ યોગ શાંતિ માટે ઉજ્જૈન મહાકાળ અને નાસિકમાં ત્રયંબકેશ્વર સૌથી સિદ્ધ સ્થાન છે. કાળ સર્પ યોગથી પીડિત જાતકને યથાસંભવ આ સ્થાન પર જઈને દર્શન પૂજા અર્ચના કરવી જોઈએ. 
 
કાલ સર્પ યોગના સહેલા ઉપાય Kaal Sarp Yoga Na saral Upay
 
- નાગ પંચમીના દિવસે શિવનો અભિષેક કરતા ચાંદીના નાગ-નાગિનની જોડી શિવલિંગ પર ચઢાવી દો. પછી અભિષેકની સમાપ્તિ પર તેને તાંબાના પાત્રમાં વિસર્જિત કરીને એ પાત્રને અભિષેક કરનારા પંડિતને દાનમાં આપી દો. તેનાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. 
- નાગ પંચમીના દિવસે 11 નારિયળ વહેતા પાણીમાં પ્રવાહિત કરો. તેનાથી કાલ સર્પ દોષથી જરૂર મુક્તિ મળે છે. કાર્યમાં સફળતા મળવાના યોગ બને છે. જીવનમાં આવેલી અસ્થિરતા દૂર થઈ જાય છે. 
- નાગ પંચમીના દિવ્સે અને દરેક મહિને શુક્લ અને કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે ૐ કુરુકુલ્યે હું ફટ સ્વાહા મંત્રનો જાપ જરૂર કરો. તેનાથી કાલ સર્પ દોષના દુષ્પ્રભાવ ઓછા થાય છે. 
 
- જે જાતકને કાલ સર્પ દોષ હોય તેણે નાગની આકૃતિવાળી અંગૂઠી જરૂર પહેરવી જોઈએ 
- શ્રાવણના મહિનામાં 30 દિવસ સુધી મહાદેવનો અભિષેક કરો 
- શ્રાવણના દરેક સોમવારે શિવ મંદિરમાં દહીથી ભગવાન શંકર પર હર હર મહાદેવ કહેતા અભિષેક કરો. 
- શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક કરાવો અને મહામૃત્યુંજય મંત્રની કે માળાનો જાપ રોજ કરો. 
-ઘરના ઉંબરા પર માંગલિક ચિન્હ બનાવીને ખાસ કરીને ચાંદીનો સ્વાસ્તિક જડાવવાથી શુભ્રતા આવે છે. કાસસર્પ દોષમાં કમી આવે છે. 
- શ્રાવણમાં શિવલિંગ પર રોજ મીઠા દૂધમાં ભાંગ નાખીને ચઢાવો. તેનાથી ગુસ્સો શાંત થાય છે સાથે જ સફળતા ઝડપથી મળે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Symbole - આપણા રાષ્ટ્રીય પ્રતિક વિશે જાણો છો ?