Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચક્રવાત ‘Dana’ નો કહેર ટ્રેનો પર પણ, રાજધાની-શતાબ્દી એક્સપ્રેસ સહિત 150થી વધુ ટ્રેન કેંસલ

cyclone dana trains cancelled odisha bengal
, બુધવાર, 23 ઑક્ટોબર 2024 (13:51 IST)
Cyclone Dana: ચક્રવાત દાનાનો કહેર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારા પર તૂટવાની આશા છે. આ વિસ્તારમાં 24 ઓક્ટોબરની રાત્રે 25 ઓક્ટોબરની સવાર સુધે તેજ  હવા અને ભારે વરસાદની ચેતાવણી છે. આ કારણે રેલવેએ 150 થી વધુ ટ્રેનોને કેંસલ કરી દીધી. આ ટ્રેનમાં રાજધાંની, શતાબ્દી અને દૂરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનનો સમાવેશ છે. 
 
નવી દિલ્હી. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાત (Cyclone) અને વાવાઝોડાની આશંકા છે. જેના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ તાજેતરમાં જ ચેતાવણી રજુ કરી છે. વિભાગ મુજબ ચક્રવાતી વાવાઝોડુ દાના પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જીલ્લામાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે.  આ વાવાઝોડુ 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવારની વચ્ચે ઓડિશા કિનારાને પાર કરી પશ્ચિમ બંગાળના તટ પર પહોચવાની શક્યતા છે. જેને જોતા રેલવેએ 150થી વધુ ટ્રેનો કેંસલ કરી દીધી છે.  જેમા અતિ પ્રતિષ્ઠિત રાજસ્થાની અને શતાબ્દી એક્સપ્રેસનો પણ સમાવેશ છે. 
 
દિલ્હીથી ઉપડનારી આ રાજધાની કેન્સલ 
ઉત્તર રેલવે તરફથી મળતી માહિતી મુજબ આજે એટલે કે 23 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીથી ભુવનેશ્વર જનારી 22824, ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસને કેન્સલ કરી દેવામાં આવી છે.  આ સાથે આજે યોગનગરી ઋષિકેશથી ઉત્તરાખંડના પુરી જતી 18478 કલિંગ ઉત્કલ એક્સપ્રેસ પણ રદ કરવામાં આવશે. આજે રાત્રે નવી દિલ્હીથી ઉપડનારી 12802 પુરુષોત્તમ એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. આ ટ્રેન પુરી જાય છે.
 
દિલ્હીથી ચાલતી આ રાજધાની રદ કરવામાં આવી છે
ઉત્તર રેલવે પરથી મળતી માહિતી મુજબ આજે એટલે કે 23 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીથી ભુવનેશ્વર જનારી 22824, ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસને કેન્સલ કરી દેવામાં આવી છે. અ સાથે જ ઉત્તરાખંડમાં યોગનગરી ઋષિકેશ થી પુરી આજે નીકળનારી 18478, કલિંગ  ઉત્કલ એક્સપ્રેસ પણ કેંસલ રહેશે. નવી દિલ્હીથી આજે રાત્રે રવાના થનારી 12802, પુરૂષોત્તમ એક્સપ્રેસને પણ કેન્સલ કરવામાં આવી છે. આ ટ્રેન પુરી જાય છે. 
 
કલકત્તામાં 150 થી વધુ ટ્રેનો કેન્સલ   
 
દક્ષિણ પૂર્વીય રેલ્વે (SER) ઝોનમાંથી પસાર થતી 150 થી વધુ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે કારણ કે તીવ્ર ચક્રવાતી તોફાન 25 ઓક્ટોબરે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાની ધારણા છે. SERના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રદ કરાયેલી ટ્રેનોમાં હાવડા-સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ, કામાખ્યા-યસવંતપુર એસી એક્સપ્રેસ, હાવડા-પુરી શતાબ્દી એક્સપ્રેસ, હાવડા-ભુવનેશ્વર શતાબ્દી એક્સપ્રેસ અને હાવડા-યસવંતપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
 
વધુ ટ્રેન પણ થઈ શકે છે કેન્સલ 
 
એસઈઆરના એક અધિકારી જણાવ્યુ કે 23 થી 25 ઓક્ટોબરની વચ્ચે પ્રસ્થાન કરનારી 150થી વધુ ટ્રેન હાલ કેંસલ કરવામાં આવી છે. જો જરૂર પડી તો વધુ ટ્રેન પણ કેન્સલ થઈ શકે છે. દક્ષિણ પૂર્વ રેલવેના ક્ષેત્ર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ફેલાયેલો છે. જેનુ મુખ્યાલય કલકત્તામાં છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય