આપણા શરીરમાં દરેક અંગનુ પોતાનુ એક જુદુ જ કામ હોય છે અને જો કોઈ એક પણ ખરાબ થઈ જય તો તેની અસર સંપૂર્ણ બોડી પર પડે છે. લીવર આપણા શરીરમાં પાચન તંત્રને ઠીક રાખે છે. આજકાલ બધાની લાઈફ પણ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે મોટાભાગના લોકો પોતાના ખાવા પીવા તરફ ખાસ ધ્યાન આપી શકતા નથી અને જંક ફૂડ જેવી ખાવાની વસ્તુઓ પર જ નિર્ભર થઈ ગયા છે.
જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો આ માટે જરૂરી છે કે લીવર સંપૂર્ણ રીતે ફીટ હોય અને આ માટે તમારે તમારા ડાયેટ પર થોડુ ધ્યાન આપવની જરૂર છે. ખાવાપીવાની કેટલીક આદતોને કારણે આ પરેશાનીથી બચી શકાય છે. આવો જાણીએ કયો એ ખોરાક ક છે જેને ખાવાથી લીવર મજબૂત બની શકે છે.
અળસી આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેમા વિટામીન બી, મેગ્નેશિયમ, મેગનીઝ ઓમેગા-3 ફૈટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ બધા પદાર્થ લીવર માટે ખૂબ લાભકારી છે. અળસીના બીજ તમે સલાદ સાથે કે પછી ગ્રેવી સાથે બાફીને ખાઈ શકો છો.
હળદર ખૂબ જ સારુ એંટી-ઓક્સીડેટ છે જે શરીરમાં કોઈપણ પ્રકારના ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે. એક શોધ મુજબ હળદર એંટીવાયરલ ગુણોથી ભરપૂર હોય છે. જે હેપેટાઈટિસ બી અને સીના વાયરસને પનપતા રોકે છે અને લીવરને ફીટ રાખે છે. તેને તમારા આહારમાં જરૂર સામેલ કરો અને તમે તેને દૂધ સાથે પણ લઈ શકો છો.