કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો પરેશાન જોવા મળે છે. કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે પછી ક્યારેક તેના બીજા પણ અનેક કારણ હોઈ શકે છે. આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી. તેથી આજે અમે એક એવો નુસ્ખો બતાવીશુ જે આ તકલીફમાં ખૂબ કારગર સાબિત થાય છે અને તે છે લસણવાળુ દૂધ. તેનુ સેવન કમર દર્દ ઠીક કરવા ઉપરાંત અનેક બીજી બીમારીઓ જેવી કે અસ્થમા, નિમોનિયા, ટીબી, હ્રદયની સમસ્યાઓ, અનિદ્રા, ગઠિયા, ખાંસીમાં પણ રાહત આપે છે.
સામગ્રી - લસણની કળીઓ - 5
દૂધ - 1 કપ
મધ - 2 નાની ચમચી
આ રીતે બનાવો લસણવાળુ દૂધ
1. લસણવાળુ દૂધ બનાવવા માટે સૌ પહેલા લસણને છોલી લો અને તેને દરદરુ વાટી લો.
2. ધીમા તાપ પર દૂધમાં લસણ નાખો અને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. આ ઉપરાંત જો તમે દૂધને ઉકાળવા ન માંગો તો તમે દૂધ ગરમ કરીને તેમા વાટેલુ લસણ પણ નાખી શકો છો.
3. હવે તેને આ જ રીતે 2 કલાક માટે ઢાંકીને મુકી દો. આવુ કરવાથી લસણ પોતાની અસર દૂધમાં છોડી દેશે. પછી તેમા મધ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
4. તમે આને દિવસમાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘૂંટ-ઘૂંટ કરીને પીવો.
5. જો તમને ખૂબ વધુ કમરનો દુખાવો રહેતો હોય તો તમે આ દૂધને દિવસમાં 2 થી 3 વાર પણ પી શકો છો. જેનાથી તમને આ કમરના દુખાવાથી છુટકારો મળે છે.
જરૂરી સલાહ - તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ દૂધ ખૂબ ગરમ હોય છે તેથી તેને ઠંડીના દિવસોમાં લેવુ વધુ સારુ હોય છે.