કાળા મરીને ભારતમાં લોકો વધુ મહત્વ આપે છે. મરી અનેક રીતે ઉપયોગી છે. મરીનો ઉપયોગ ફક્ત ખાવાનુ પચાવવા કે સ્વાદ વધારવા પુરતો જ સીમિત નથી. તેના ઉપયોગ અનેક નાની-મોટી બીમારીઓમાં પણ કારગર છે. મરીમાં ફોસ્ફરસ, કેરોટીન, કેલ્શિયમ, આયરન, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા તત્વોના ગુણ રહેલા છે.
કાળા મરી ત્રિદોષ નાશક છે. આપણા શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય રહ્યો. કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે.
મેટાબોલિજ્મને સુધારે - કાળા મરી પાચન અગ્નિને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે પાચન ક્રિયાને સુચારુ કરીને શરીરના ચય અને ઉપચય એટલે કે મેટાબોલિજ્મ ને બરોબર કરે છે જેના કારણે શરીરમાં કોઈ મેટાબોલિજ્મ વિકાર પેદા નથી થતો. મેટાબોલિજ્મ ખરાબ થવાના મુખ્ય લક્ષણ જોવામાં આવે છે શરીર માં થનાર મોટાપા ને લીધે કાળા મરી બે દાણા ખાવ તો શરીર ઉપર વધારાની ચરબી જમવાની તકલીફ થી બચી શકો છો.
ગેસની તકલીફમાં લાભકારી - કાળા મરીની પ્રકૃતિ ગરમ હોય છે અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુ નું શમન કરે છે. પેટ માં ઉત્પન થનાર ગેસ વાયુ દોષ ની જ એક ઉત્પતી છે. કાળા મરી નો ઉપયોગ ગેસના રોગને શાંત કરવા માટે ઘણી આયુર્વેદિક દવાઓમાં લાભ કરે છે. એટલા માટે જો બે દાણા કાળા મરી નું સેવન રોજ સવારે ખાલી પેટ હુફાળા પાણી સાથે કરવામાં આવે તો આ ગેસના જુના રોગમાં પણ ખુબ જ સારો લાભ કરે છે. એક વખત તેને જરૂર અજમાવો.
સાંધાનો દુઃખાવો દૂર કરે - સાંધા ના દુઃખાવો થવાનું મુખ્ય કારણ તો પહેલું વાત નો પ્રકોપ અને બીજું યુરિક એસીડ નું વધી જવું જેને ગઠીયા બાય પણ કહે છે. આ બન્ને ઉપર કાળા મરીના બે દાણા ખુબ જ ફાયદો કરે છે. આયુર્વેદીક જણાવે વે છે કે શરીરમાં કોઈપણ જગ્યાએ દુઃખાવો થાય તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે. કાળા મરી વાત દોષનું શમન કરે છે જેના કારણે વાયુના રોગને તે ઓછો કરે છે. યુરિક એસીડ વધી જવાના કારણે થનાર ગઢિયાના દર્દમાં પણ લાભ થાય છે.
વાયરલ તાવમાં :ઉપયોગી - કાળા મરીમાં પીપરીન નામનું તત્વ મળી આવે છે જે એક ખુબ જ સારું કીટાણું નાશક તત્વ છે. તે મેલેરિયા અને બીજા વાયરલ તાવમાં ખુબ જ સારી અસર કરે છે. તે વિષાણુંઓ નો નાશ કરવમાં ખુબ જ પ્રભાવશાળી સાબિત થયેલ છે. કાળા મરીના બે દાણામાં તુલસીના પાચ પાંદડા ની સાથે સેવન કરવાથી બધી જ જાતની વાયરલ બીમારીઓ માં ખુબ જ સારો લાભ આપે છે કેમ કે તે બન્ને જ વાયરલ નાશક હોય છે અને બીજા નો સાથ મળવાથી કાળા મરી અને તુલસી બન્ને ના જ વાયરલ નાશક ગુણ અનેક ગણા વધી જાય છે
સ્કીન એલર્જીમાં :લાભકારી - ઘણા લોકોમાં કફ અને વાયુ દોષ વધી જવાને કારણે સ્કીન ઉપર એલર્જી થવા લાગે છે અને ઘણી વખત ચકામાં પડવા લાગે છે. આ સમયે બે દાણા કાળા મરી ખુબ સારો લાભ કરે છે. જો તેની સાથે અડધી ચમચી હળદરનો પાવડર નું પણ સેવન કરવામાં આવે તો તે પણ વધુ લાભદાયક થઇ જાય છે કેમ કે હળદર માંથી મળી આવતા કુરક્યુંમીન નામનું તત્વ પીપરીન નો ખુબ જ સારો સહયોગી હોય છે. જો એલર્જી પિત્તદોષ ના વધવાને લીધે થાય છે તો તે તેમાં આ સારી અસર નથી આપી શકતો કેમ કે તેની પોતાની પ્રકૃતિ ગરમ હોય છે.