Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળાષ્ટકને કેમ અશુભ માનવામાં આવે છે, જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક આધાર

હોળાષ્ટકને કેમ અશુભ માનવામાં આવે છે, જાણો વૈજ્ઞાનિક અને પૌરાણિક આધાર
, શનિવાર, 4 માર્ચ 2017 (17:25 IST)
ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને હોળિકા દહન સુધીના સમયને શાસ્ત્રોમાં હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક શબ્દ બે શબ્દોનો સંગમ છે. હોળી અને આઠ અર્થાત 8 દિવસોનો તહેવાર. આ સમય આ વર્ષ 5 માર્ચથી લઈને 12 માર્ચ સુધી અર્થાત હોલિકા દહન સુધી છે. વર્તમન દિવસોમાં ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, વિવાહ સંબંધી વાર્તાલાપ, સગાઈ, વિવાહ, કોઈ નવુ કાર્ય, પાયો મુકવો, નવો વ્યવસાય શરૂ કરવો કે કોઈપણ માંગલિક કાર્ય વગેરેની શરૂઆત શુભ નથી માની શકાતી. 
 
જેની પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને કારણો માનવામાં આવે છે. એક માન્યતા મુજબ કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી.  તેનાથી ક્રોધિત થઈને તેમને પ્રેમના દેવતાને ફાલ્ગુનની અષ્ટમી તિથિના દિવસે ભસ્મ કરી નાખ્યા હતા. કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની આરાધના કરી અને કામદેવને પુનર્જીવિત કરવાની વિનંતી કરી જે તેમને સ્વીકારી લીધી.  મહાદેવના આ નિર્ણય પછી જન સાધારણે હર્ષોલ્લાસ મનાવ્યો અને હોળાષ્ટકનો અંત ધુળેટીના દિવસે થઈ ગયો. આ પરંપરાના કારણે આ 8 દિવસ શુભ કાર્યો વર્જિત માનવામાં આવ્યા. 
 
 હોળાષ્ટકના આઠ દિવસ શુભ કાર્ય ન કરવા પાછળ જ્યોતિષિય કારણથી વધુ વૈજ્ઞાનિક તર્ક સમ્મત અને ગ્રાહ્ય છે. જ્યોતિષ મુજબ અષ્ટમીના દિવસે ચંદ્રમા, નવમીના રોજ સૂર્ય, દશમીના રોજ શનિ, અગિયારસના દિવસે શુક્ર, દ્વાદશીના દિવસે ગુરૂ, ત્રયોદશીના દિવસે બુધ, ચતુર્દશીના દિવસે મંગળ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવના થઈ જાય છે.  આ ગ્રહોના નિર્બળ હોવાથી માનવ મસ્તિષ્કની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઈ જાય છે અને આ દરમિયાન ખોટા નિર્ણય લેવાને કારણે હાનિ થવાની શક્યતા રહે છે.  વિજ્ઞાન મુજબ પણ પૂર્ણિમાના દિવસે ભરતી-ઓટ, સુનામી જેવી વિપદાઓ આવતી રહે છે અથવા મનોરોગી વ્યક્તિ વધુ ઉગ્ર થઈ જાય છે. આવામાં યોગ્ય નિર્ણય થઈ શકતો નથી.  જેની કુંડળીમાં નીચ રાશિનો ચંદ્રમા અને વૃશ્ચિક રાશિના જાતકનો ચંદ્ર છઠ્ઠા કે આઠમા ભાવમાં છે તેમને આ દિવસોમાં વધુ સતર્ક રહેવુ જોઈએ.  માનવ મસ્તિષ્ક પૂર્ણિમાથી 8 દિવસ પહેલા ક્યાક ને ક્યાક ક્ષીણ, દુખદ, વિષાદ પૂર્ણ, આશંકિત અને નિર્બલ થઈ જાય છે.  આ અષ્ટ ગ્રહ, દૈનિક કાર્યકલાપો પર આધારિત પ્રભાવ નાખે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જલ્દી લગ્ન કરવાના 23 ઉપાય