Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો

હોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો
આખા વર્ષ દરમિયાન રાહ જોયા બાદ હોળી રમવાનો તહેવાર આવે છે. પરંતુ ઘણાં લોકો ત્વચા અને સૌદર્ય ખરાબ થવાની બીકે હોળી રમતાં ગભરાય છે. તેના માટે ડરશો નહિ હવે રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખા અહીં આપેલ છે. આનો ઉપયોગ કરીને તમે હોળીના રંગોને સરળતાથી છોડાવી શકો છો. હવે તમે જરા પણ ગભરાયા વિના હોળીનો આનંદ લો અને હોળી રમ્યા બાદ ઘરેલૂ ઉબટન દ્વારા તમારા ચહેરાને ફરીથી નિખારી દો. 

* બેસન, લીંબુ અને દૂધની પેસ્ટ બનાવીને પહેલાં રંગથી ભરેલી ત્વચાને સાફ કરીને પછી લગાવો. પંદર-વીસ મિનિટ સુધી રહેવા દિધા બાદ તેને નવાયા પાણીથી ધોઈ લો.

* જવનો લોટ અને બદામ ભેળવીને તેને ત્વચા પર લગાવી તેનાથી ત્વચા સાફ કરો.

* થોડાક કાચા પપૈયાને દૂધની અંદર પીસીને મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મેળવીને ચહેરા અને હાથ પર લાગવો ત્યાર બાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.

* સંતરાની છાલ, મસૂરની દાળ તેમજ બદામને દૂધની અંદર પીસીને પેસ્ટ બનાવી લો અને ઉબટનની જેમ રગડીને ધોઈ લો. રંગ સાફ થઈને નીખરી ઉઠશે.

* ખીરાનો રસ થોડાક ગુલાબજળની અંદર એક ચમચી વિનેગર ભેળવીને મોઢુ ધોવાથી રંગ સાફ થઈ જશે.

* જો રંગ વધારે પડતો ડાર્ક હોય અને તે ઉતરતો ન હોય તો બે ચમચી જીંક ઓક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને લેપ બનાવો અને તેને ચહેરા પર લાગાવો. વીસ-પચીસ મિનિટ બાદ સાબુ અને સ્પંચથી રગડીને ચહેરાને ધોઈ લો.

* બે ચમચી મિલ્ક પાવડર અને થોડુક હાઈડ્રોજન પેરોક્સાઈડ પેસ્ટ બનાવીને થોડાક ટીંપા ગ્લીસરીનની સાથે ભેળવીને પંદર- વીસ મીનીટ સુધી લગાવીને ધોઈ લો.

આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કે રંગ ભલે સાબુથી નીકળે કે ઉપર આપેલા ઉપાયોથી પરંતુ નહાયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. જો તે ન હોય તો કેસ્ટર ઓઈલ અને ગ્લીસરીનના ટીંપા લઈને વિટામીન ઈની બે કેપ્સુલ આની અંદર તોડીને તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચા રૂખી થવાથી બચી જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરક્ષિત ઉપાયોથી ઉજવો હોળીનો તહેવાર , જાણો કેટલીક ખાસ વસ્તુઓ હોળી