રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 232 દિવસ એટલે કે પોણા આઠ મહિના બાદ 5 હજારનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં સૌથી વધુ 2281 કેસ
સુરત શહેરમાં 1350,
સુરત ગ્રામ્ય 102 કેસ
વડોદરામાં 239 કેસ
રાજકોટમાં 203
આણંદમાં 133,
વલસાડમાં 142
ખેડામાં 104,
કચ્છમાં 92,
ગાંધીનગરમાં 91
રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત
અગાઉ 19 મેના રોજ 5246 કેસ હતા. રાજ્યના સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો સુરત શહેર અને જિલ્લામાં 1452 કેસ સામે આવ્યા છે.
18583 એક્ટિવ કેસ અને 19 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર 252ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 541 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18564 દર્દીની હાલત સ્થિર છે.