Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વાઈન ફ્લૂ સામે સાવચેતી જરૂરી...

સ્વાઈન ફ્લૂ સામે સાવચેતી જરૂરી...
N.D
મેક્સિકોમાં સ્વાઈન ફ્લૂ ફેલાવાના સમાચાર આવતા સુધીમાં તો અમેરિકા બ્રિટન સહિત લગભગ બધા દેશોમાં આ રોગનુ સંક્રમણ ઝડપથી ફેલાવા માંડ્યું છે. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું અને આ રોગ વધુ ન પ્રસરે તે માટે પગલા ભરવાના શરૂ કરી દેવામાં આવ્યાં તેમ છતાં પણ આ રોગનો ફેલાવો ભારત સુધી પહોંચી ગયો. જેના પરિણામસ્વરૂપ આરોગ્ય તંત્રને આ રોગને મહારોગ જાહેર કરવો પડ્યો. ખેર સરકાર તો બનતા પ્રયત્નો કરી જ રહી છે પરંતુ આ રોગ સામે લડવા માટે નાગરિકોએ પણ જાગૃતતા કેળવવી પડશે.

શુ છે સ્વાઈન ફ્લૂ ? - ભૂંડમાં મુખ્ય રીતે એ એનફ્લ્યુએંજા વિષાણુનુ સંક્રમણ થવાને કારણે સ્વાઈન ફ્લૂ થાય છે. આ રોગનો સંબંધ મુખ્યત્વે શ્વસન પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી તેને 'શ્વાસ રોગ' પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે આ રોગના વિષાણુ મનુષ્ય પર પ્રભાવ પાડી શકતા નથી એવી ધારણા હતી. પરંતુ થોડા કેટલાક વર્ષોમાં સામે આવેલ કેસમાં આ રોગના વિષાણુ મનુષ્યને પણ અસર કરવા લાગ્યા છે. આ રોગનો ફેલાવો મુખ્યત્વે ભૂંડને ઉછેરનારા અને તેનુ માંસ ખાનારાઓ દ્રારા ફેલાય છે

ઝડપથી ફેલાનારા આ રોગના લક્ષણો સર્વસામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. છીંકો, ઉધરસ, સંક્રમિત વસ્તુઓને સાર્વજનિક વપરાતા અને શ્વાસના રોગીઓ દ્વારા ઝડપથી ફેલાય શકે છે. આ રોગની ઓળખ સૌ પ્રથમ 1976માં થઈ હતી.

શુ હોઈ શકે આ રોગના લક્ષણો
સામાન્ય રીતે માનવ ફ્લૂ જેવા જ લક્ષણો આ રોગના પણ હોય છે. તાવ આવવો, ઉધરસ આવવી, ગળામાં ખરાશ પડવી, શરીરનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પેટમાં દુ:ખાવા સાથે ઉલટીઓ થવી વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.

આ રોગથી બચવાના ઉપાયો
આ રોગ થાય નહી એ માટે નાક અને મોઢાને માસ્ક વડે ઢાંકી રાખવુ, ઉત્તમ સાર્વજનિક સ્વચ્છતા માટે સાર્વજનિક નળ, ગાડીનો દરવાજો, સાઈબર કેફેમાં માઉસ અથવા કી-બોર્ડને વાપર્યા પછી હાથ સાબુથી ધોઈ સ્વચ્છ કરવા. જો આ પ્રકારના રોગનો કોઈ દર્દી જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ઘરે જ આરામ કરાવવો યોગ્ય ગણાશે.

સ્વાઈન ફ્લૂ ચેપીરોગ છે કે નહી એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ ન થયુ હોવા છતા સામાન્ય ફ્લૂની જેમ જ આ રોગ ફેલાતો હોવાને કારણે તેને ચેપી રોગ કહે છે.

webdunia
N.D
સ્વાઈન ફ્લૂનો ઉપાય છે ખરો ?
આ રોગનો ઉપાય છે. આવા લક્ષણો દેખાય કે Tamiflu અથવા Relenza જેવી દવાઓ લેવી. આ દવા લેતા પહેલા આ દવાની એક્સપાયરી ડેટ (expiry date) અવશ્ય જોઈ લેવી. આ રોગથી બચવાના આશયથી કદી આ રોગ થતા પહેલા આ દવા લેવી જોઈએ નહી. આ રોગથી બચવા માટે આર્યુવેદમાં બતાવ્યા મુજબ તુલસીના પાન અથવા તુલસીના માંજરની ચા પીવાથી આ રોગનુ સંક્રમણ થવાની શક્યતા ઓછી રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati