પ્રકૃતિએ ઋતુઓ અનુસાર ખાદ્ય પદાર્થોનું પણ નિર્માણ કર્યું છે. ગરમીની રતુમાં તડબુચ, શક્કરટેટી ચોમાસામાં લીલા ચણા, મકાઈ ડોડા અને શિયાળામાં વટાણા, જામફળ, સંતરા, સીતાફળ, આમળા, લીલા પાંદડાવાળી શાકભાજી વગેરે. શિયાળામાં મળનાર ફળો અને શાકભાજી ખાવાથી શરીર નિરોગી રહે છે. શિયાળામાં મળનાર ફળ અને શાકભાજીમાં વિટામીન સી અને કૈરોટીનની ભરપુર માત્રા હોય છે. આ પોષક તત્વો શરીરને સંક્રમક રોગોથી બચાવે છે. અંતે આ ખાદ્ય પદાર્થ શરીરને નુકશાન નથી પહોચાડતાં પરંતુ ફાયદો જ કરે છે.
લીલા પાંદડાવાલી શાકભાજી : શિયાળામાં લીલા પાંદડાવાળી શાકભાજી વધારે પ્રમાણમાં મળે છે. જેવી રીતે પાલક, મેથી, સરરોનું સાગ વગેરેમાં બીટા કૈરોટીનના પોષક તત્વો ભરપુર માત્રામાં ઉપલબ્ધ હોવાને કારણે આનાથી શરીરને સંક્રમણ રોગોથી બચાવવાની તાકાત મળે છે. આમાં ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે. આનાથી ડાયાબિટીશ, હદય રોગ અને કેંસર વગેરેથી બચવા માટે મદદ મળે છે. સાથે સાથે તેમાં કેલેરી ઓછી માત્રામાં હોવાથી જાડાપણથી પણ શિયાળામા બચી શકાય છે.
ફળ : શિયાળામાં આવતાં સંતરા, આમળા, જામફળ, સીતાફળ વગેરે જેવા ફળોમાં એંટી ઓક્સીડ તેમજ વિટામીન સી મળી આવે છે. આ તત્વો ઘણાં પ્રકારની બિમારીઓ તેમજ સૂર્યના અલ્ટ્રાવાયલેટ કિરણોથી શરીરની રક્ષા પણ કરે છે. શરીરને સ્વાસ્થ્ય રાખવામાં સૂક્ષ્મ તત્વોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. શરીરની અંદર તે તત્વોની ખુબ જ ઓછી માત્રામાં આવશ્યકતા રહે છે. પરંતુ આની ઉણપથી શરીરની અનેક ક્રિયામાં અવરૂધ્ધ થઈ જાય છે જેવી રીતે મેગ્નીશિયમની ઉણપથી શરીરમાં કેલ્શિયમનું અવશોષણ નથી થઈ શકતું.