આજકાલની અ દોડભાગ ભરી જીંદગીમાં ખુબ જ જટિલતાઓ રહેવાથી કોઇ પણ વ્યક્તિએ તેનું સ્વાસ્થ્ય જાળવી રાખવા ઘણી મુશ્કેલીઓ પડે છે. ભાગમભાગ અને જલ્દીથી બધાય કામોને પતાવવા માટે છેવટે કોઇ પણ વ્યક્તિ ચિંતા, અનિદ્રા, અપચો, અને માથાના દુ:ખાવાનો ભોગ બની રહે છે. તેથી અમે અહીં તેને થોડેક અંશે દુર કરવા માટેના સુચનો આપ્યા છે.
1) અનિદ્રા : જોવા જઈએ તો આ બીમારી આજકાલની આધુનિક જીવન પદ્ધતિ અને માનસિક તણાવનું પરિણામ છે ઘણાં લોકો તેથી બચાવ કરવા માટે દવાઓ લે છે જે એકંદરે એક ટેવ પડી જાય છે અને તે પછી તેના વગર ઉંઘ આવવી મુશ્કેલ બને છે.
ઉપચાર : 1) રાત્રે હળવું ભોજન લેવું, 2) જમ્યાના 2 કલાક પછી ઉંઘવું, 3) જમ્યાં પછી 15-20 મિનિટ સુધી ચાલવું, 4) રાત્રે સૂતાં પહેલાં નવશેકા પાણીથી નહાવું, 5) પથારી પર ગયાં પછી 10-15 મિનિટ સુધી શવાસન કરવું. આ બધું કર્યાં પછી પણ જો ઉંઘ ન આવે તો કોઇ પણ સામાન્ય વિષયની ચોપડી વાંચવી.
2) ઉચ્ચ રક્તચાપ : ડાયબિટીસ, અનિદ્રા, હૃદયરોગ જેવી બીમારિઓની જેમ આજકાલ ઘણાં લોકો આનો પણ ભોગ બને છે.
ઉપચાર : લોહીનું દબાણ સામાન્ય કરવા માટે મીઠું, ઘી, તેલથી બનેલી ચરબી વાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઇએ, તેમજ માંસાહારી લોકોએ લીલાં શાકભાજી વધારે ખાવા જોઈએ. આ સિવાય કસરત કરવાથી 50 ટકાથી વધુ ફાયદો થશે, જેમાં સામાન્ય રીતે અમુક આસનો પણ કરી શકાય છે જ્યારે દિવસમાં થોડોક સમય સુધી શવાસન કરતાં આરામ પામી શકાય છે.
3) ઉધરસ : આ પણ એક સામાન્ય બિમારી છે, પરંતુ આને લીધે અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ઉપચાર : 1) ઠંડા પદાર્થોનું સેવન ન કરવું. તે સિવાય છાતી પર ભીનું કપડું પણ લપેટી શકાય છે. વિક્સની વરાળ પણ લઇ શકાય છે. 2) એક ચમચી મધમાં બે ચપટી સૂંઠ નાખીને તેનું સેવન કરવું અને પાણી પીધાં વગર સુઇ જવું.
4) વાયુ અથવા ગૈસ : આના લીધે કબજીયાત અથવા અપચો થાય છે આ બીમારી ખાસ કરીને લોકોમાં વધું જોવા મળે છે, જેઓ બેઠા બેઠા વધારે કામ કરે છે અને દિવસે વધારે ચાલી નથી શકતાં તેમને આ બિમારીનો ભોગ બનવું પડે છે.
ઉપચાર : 1) હલ્કો અને જલ્દી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ તેમજ પેટ સાફ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 2) પેટના આસનો દરરોજ નિયમથી કરવાં અને પાણી વધુમાં વધુ પીવું.