Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અપરિચિત છે લોકો નેત્રદાનની મહિમાથી

અપરિચિત છે લોકો નેત્રદાનની મહિમાથી
N.D
દેશની વસ્તીના મોટા ભાગના લોકો એવા છે જે નેત્રદાનની મહિમાથી પરિચિત નથી. જે જાણે છે તે મૃતકની આખોનુ દાન કરવામાં મદદ નથી કરતા. આ જ કારણ છે કે દાનમાં મળનારી કાર્નિયાની સંખ્યા પ્રત્યારોપણની રાહ જોતા દર્દીઓની યાદી સામે ઘણી જ ઓછી છે. નેત્રદાન ની પ્રક્રિયાની જાણકારીનો અભાવ આ માર્ગે સૌથી મોટો અવરોધ છે. નેત્રદાન પ્રત્યેની હિચકિચાટને દૂર કરવી અને મૃત્યુના સમયે પરિવારના સભ્યોને આની જાણ કરવી એ સામાજીક જવાબદારી સમજવી જોઈએ. દરેક સમાજમાં એવા ખાસ લોકો હોય છે જેની વાત બધાને માન્ય હોય છે. તેઓ મૃતકના પરિજનોને નેત્રદાનને માટે પ્રેરિત કરી શકે છે. ઘણીવાર તો લોકોને એવો ભ્રમ હોય છે કે મરનારને ચશ્મો હતો તેથી તેની આંખો દાન કરવાને યોગ્ય નથી.

15 દિવસ સુધી રહે છે સુરક્ષિત

મૃતકની આંખમાંથી કૉર્નિયા કાઢવાની પ્રક્રિયા મૃત્યુના ચાર થી છ કલાકની વચ્ચે પૂરી થઈ જવી જોઈએ. દાનમાં મળેલ કૉર્નિયા 7 થી 15 દિવસમાં લગાવી શકાય છે. અતિ વિકસિત ચિકિત્સા કેન્દ્રોમાં બે મહિના સુધી પણ કૉર્નિયા સુરક્ષિત મૂકી શકાય છે.

આટલુ જાણી લો.

આખી આંખના ગોળાને કદી નથી બદલવામાં આવતુ. કૉર્નિયા ફક્ત એ જ દર્દીઓને લગાવી શકાય છે જેમની ઓપ્ટિક નર્વ અને પડદાં સારા હોય. જેની આંખો કાઢી લેવામાં આવે છે તેનો ચહેરો કદરૂપો નથી થઈ જતો.

કોનો કૉર્નિયા નહી લાગે.

- ખૂબ જ નાની વયના કે અધિક વયના લોકોનો કૉર્નિયા નથી લઈ શકાતો.

- કેંસરથી મરનારાઓનો.

- ડૂબીને મરનારાઓનો.

- બળીને મરનારાઓનો.

- ઝેર ખાઈને મરનારાઓનો.

- એચઆઈવી-એડ્સથી મરનારાઓનો.

Share this Story:

Follow Webdunia gujarati