Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, રવિવારના રોજ ઉજવવામાં આવશે. 20 જુલાઈને શનિવારે સાંજે 5:59 મિનીટે પૂનમની તિથિ બેસે છે, તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 મિનિટે થાય છે. ઉદયતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
આ રીતે કરવી પૂજા
- ગુરુ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
-આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા સ્વચ્છ વસ્ત્રો પહેરો.
-ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓને પ્રણામ કરો અને તેમની વિધિવત પૂજા કરો.
-આ પછી, તમારા ગુરુની તસવીર પૂજા સ્થાન પર રાખો, માળા અને ફૂલ ચઢાવો અને તેમને તિલક કરો.
- ગુરુ પૂર્ણિમાના દિવસે “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:” મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ
પૂજા કર્યા પછી, તમારા ગુરુના ઘરે જાઓ અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
શિષ્યને સાચો માર્ગ બતાવવાનું કામ ગુરુ કરે છે. એટલા માટે આ તહેવાર દર વર્ષે ગુરુઓના માનમાં અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુઓ અને વડીલોના આશીર્વાદ લો.