આ લેખમાં અમે તમને ઘઉંના લોટમાંથી ચકરી કેવી રીતે બનાવવામાં આવે છે આ જણાવીશું
સામગ્રી
ઘઉંના લોટને એક મલમલના કપડામાં મૂકીને પોટલી બાંધી લો
એક પ્રેશર કુકર લો અને તેમાં ૨ કપ પાણી નાંખો અને એક સ્ટેન્ડ મૂકીને તે પોટલીને મૂકી દો.
તે પછી તેને પ્રેશર કૂકરની સીટા કાઢીને ૧૫ મિનિટ સુધી બાફી લો.
આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો.
લોટ કઠણ થઈ ગયો હશે તો તેને મસલીને બારીક કરીને ચાલણીથી ચાણી લો
હવે બાઉલમાં લોટને કાઢીને આદું-લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ૧/૨ કપ દહીં, તેલ અને મીઠું નાંખો.
આ બધી સામગ્રી મિક્સ કરીને કડક લોટ બાંધો.
હવે ચકરીના સંચામાં ચકરીની જાળી લગાવીને લોટ સેટ કરો
હવે ધીમે ધીમે કરીને ચકરી બનાવો.
એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ ગયા પછી તેમાં ૪-૫ ચકરી નાખીને તેને ક્રિસ્પી અને સોનેરી ભૂરી થાય ત્યાં સુધી તળી લો.