Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટેસ્ટી ઉત્તપમ

ટેસ્ટી ઉત્તપમ
, શુક્રવાર, 2 જૂન 2017 (07:07 IST)
સવારના નાસ્તામાં તળેલુ ખાવાથી આખો દિવસ ભારે બની જાય છે. આવામાં કંઈક હેલ્ધી અને તળેલા વગરનુ ખાવુ આરોગ્ય માટે સારુ રહે છે.  આજે અમે જે હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરી રહ્યા છે એ છે ઉત્તપમ. આવો જાણીએ ઉત્તપમ બનાવવાની રેસીપી. 
સામગ્રી - 200 ગ્રામ ચોખા, 1/2 ટી સ્પૂન મેથી દાણા, 100 ગ્રામ અડદની દાળ, 150 ગ્રામ તુવેરની દાળ, નમક સ્વાદમુજબ. ટામેટા ઈચ્છા મુજબ. ડુંગળી ઈચ્છા મુજબ. લીલા મરચા. 
 
બનાવવાની રીત - ચોખા અને મેથી દાણાને પાણીમાં નાખીને 5 કલાક માટે પલાળી મુકો. અડદ દાળ અને તુવેરની દાળને પણ જુદા જુદા વાસણમાં 5 કલાક સુધી પાણીમા પલાડી રાખો.  હવે આ બધાને એક એક કરીને મિક્સરમાં ઝીણી વાટી લો. ત્યારબાદ ચોખા, અડદ દાળ અને તુવેરની આળને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો અને તેમા મીઠુ નાખીને સારી રીતે ભેળવી લો. આ મિક્સચરને આખી રાત રહેવા દો. 
 
ત્યારબાદ એક નોન સ્ટિક પેન લઈને તેમા આ મિશ્રણને ફેલાવી દો અને તેના પર તેલ લગાવો. ત્યારબા ઉપરથી સમારેલા ટામેટા, ડુંગળી અને લીલા મરચા નાખીને બીજી સાઈડથી પણ પકવો. જ્યારે આ સોનેરી ભૂરા રંગનુ થઈ જાય તો તેને નારિયળની ચટણી કે સાંભર સાથે સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Recipe- પનીર મસાલા Khichdi