Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લિસ્ટ

લિસ્ટ

સીમા પાંડે

, રવિવાર, 3 જૂન 2007 (10:18 IST)
છોકરાવાળાં જતાં જ તેમણે પતિની સામે પોતાની ભડાશ કાઢવાની શરુ કરી દીધી - "શું જમાનો આવી ગયો છે ! કેવા લાલચી લોકો છે, બાપ રે બાપ !

કમાતો છોકરો નથી જાણે કે કોઈ વેચાણ માટેનો સામાન હોય. સીધી રીતે કેવી રીતે પૂછે કે દહેજ જોઈએ છે, સમાજમાં પાઘડી પહેરીને જો ફરે છે !

પણ વાતને ફેરવી ફેરવીને બધું કહેતા ગયા, કે અમે તો અમારી દીકરી માટે આટલી રકમ ફિક્સ ડિપોઝીટમાં જમા કરાવી છે. સગાઈમાં કાર ભેટમાં આપી હતી. અને લગ્ન પછી સ્વિઝરલૈંડની એર ટિકિટ બુક કરાવી. અરે ! પોતાની દીકરીને આપ્યું તો અમને બતાવવાની શું જરુર છે ? સાચી વાત તો એ છે કે તેઓને પણ એટલું જ જોઈએ છે. એવી જ વાત છે તો પછી સીધે સીધુ એક લિસ્ટ કેમ નથી પકડાવી દેતા કે અમને આટલું જોઈએ'.

ત્યારે જ એમને લિસ્ટ શબ્દ પરથી કશું યાદ આવી ગયુ. "અરે હાં સાંભળો છો ? વહુ ને પિયરમાં ફોન કરવાનો છે, કાલે એની પહેલી કડવાં ચોથ છે માટે. એના ભાઈને આખુ "લિસ્ટ' લખાવી દેજો જે મેં બનાવી રાખ્યું છે. અને હા કહીં દેજો કે સામાન એવો હોય કે અમારું નાક ન કપાય અને ઠીક સમયસર બધુ પહોંચી જાય.

ભાવનુવાદ - કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia gujarati