Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુ:ખનું કારણ

દુ:ખનું કારણ
N.D
એક વ્યાપારીને ઉંઘ ન આવવાની બીમારી હતી. તેનો નોકર માલિકની આ બીમારીથી દુખી રહેતો હતો. એક દિવસે વેપારી પોતાના નોકરને તમામ મિલકત દેખાડીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. સંપત્તિનો માલિક બન્યાં બાદ નોકર રાત્રે સુવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ હવે તેને પણ ઉંઘ આવી રહી ન હતી.

એક રાત્રે જ્યારે તે સુવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેણે કશોક અવાજ સાંભળ્યો, એક ચોર ઘરમાં ઘુસ્યો હતો અને બધો સામાન એક ચાદરમાં બાંધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કમનસીબે ચાદર નાની હોવાથી તે આ સામાનની પોટલી વાળી શકતો ન હતો.
નોકરે એ જોયુ અને તરત જ પોતે ઓઢેલી ચાદર એ ચોરને આપીને બોલ્યો' લે આનાથી તું સામાન બાંધી લે. તેને જાગેલો જોઈને ચોર ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ નોકરે તેને રોકીને હાથ જોડેને કહ્યું, 'ભાગ નહી આ સામાનને તુ તારી જોડે જ લઈજા જેથી કઈને હું શાંતિથી ઉંઘી શકું. આ સામાને મારા માલિકની નિંદર હરામ કરી નાખી હતી અને હવે તે મારી ઉંઘ ખરાબ કરી રહ્યો છે માટે તુ એને તારી જોડે જ લઈજા જેથી કરીને હું શાંતિથી સુઈ શકું
.
તેની વાત સાંભળીને ચોરની આંખો ખુલી ગઈ અને હાથ જોડીને પોતે કરલા અપરાધ બદલ નોકરની માફી માંગવા લાગ્યો.

Share this Story:

Follow Webdunia gujarati