Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજનું ગુજરાતી પંચાગ અને ચોઘડિયા

આજનું ગુજરાતી પંચાગ અને ચોઘડિયા
, શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (10:01 IST)
તા.4-12-2015 શુક્રવાર
 

દિવસના ચોઘડિયા - ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયાઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ,  અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય: 7 ક. 08 મિ.  સૂર્યાસ્ત : 17 ક. 52 મિ.
સૂરત સૂર્યોદય : 7 ક. 02 મિ.  સૂર્યાસ્ત : 17 ક. 55 મિ.
મુંબઇ સૂર્યોદય : 6 ક. 58 મિ.  સૂર્યાસ્ત : 17 ક. 59 મિ.
નવકારસી સમય : (અ) 7 ક. 56 મિ. (સૂ) 7 ક. 50 મિ. (મું) 7 ક. 46 મિ.
જન્મરાશિ : આજે સાંજે 4 ક. 02 મિ. સુધીમાં જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાફાલ્ગૂની સવારના 9.15 સુધી પછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્ચિક- જ્યેષ્ઠા મંગળ-કન્યા, બુધ-વૃશ્ચિક, ગુરૃ-સિંહ, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, ચંદ્ર- સાંજે 4 ક.02 મિ. સુધી સિંહ પછી કન્યા.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ 10 ક. ૩0 મિ.થી 12 ક.00 મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : 2072 પ્લવંગ સં. શાકે : 19૩7, મન્મથ સં./ જૈનવીર સંવત : 2542
દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : માગશર/ 1૩/ વ્રજ માસ : માગશર
માસ-તિથિ-વાર : કારતક વદ નોમ શુક્રવાર
- સિધ્ધિયોગ સવારના 9 ક. 15 મિ. સુધી.
''ગુજરાત સમાચાર''ના વાત્સ્લ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ.વિમળાબેન શાં.શાહની પાંચમા વર્ષની પ્રથમ માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન : 14૩7 સફર માસનો  21 રોજ
પારસી શહેનશાહી વર્ષ : 1૩85 તીર માસનો 19 રોજ ફરવરદીન

ગુજરાતી ચોઘડિયા
 
બધા મહત્વપૂર્ણ કામ અનુકૂળ ચોઘડિયા દરમ્યાન શરૂ કરવી જોઈયે। પરંપરાગત રીતે ચોઘડિયા નો ઉપયોગ યાત્રા ના મુહૂર્ત માટે થાય છે પરંતુ તેની સરળતા કારણે તેને બીજા મુહૂર્ત જોવા માટે પણ ઉપયોગ માં લાવે છે.

કોઈ પણ સારું કાર્ય પ્રારંભ કરવા માટે અમૃત, શુભ, લાભ અને ચલ, આ ચાર ચોઘડિયા ને ઉત્તમ માનવામાં આવે છે અને બાકીના ત્રણ ચોઘડિયા રોગ, કાળ અને ઉદ્વેગ ને અશુભ માને છે અને તેઓને ટાળવું જોઈએ. 

સુર્યોદય અને સુર્યાસ્ત ના મધ્ય ના સમય ને દિવસનાં ચોઘડિયા કહે છે અને સુર્યાસ્ત અને આગલા દિવસે સુર્યોદય ના મધ્ય ના સમય ને રાત્રિનું ચોઘડિયા કહે છે. 
 
વાર વેળા, કાલ વેળા અને કાલ રાત્રિ વિશે
 
એવું માનવામાં આવે છે કે વાર વેળા, કાલ વેળા અને કાલ રાત્રિ ના દરમ્યાન કોઈ પણ સારું કાર્ય નહીં થવું જોઈએ. વાર વેળા અને કાલ વેળા દિવસ ના સમય પ્રવર્તમાન રહે છે જ્યારે કાલ રાત્રિ, રાત્રે પ્રવર્તમાન રહે છે. એવું માનવામાં આવે છે કે આ સમય કોઈ પણ મંગલ કાર્ય કરવું ફળદાયી નથી છે.

Share this Story:

Follow Webdunia gujarati