Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jokes- હસવાની છૂટ છે - "જમાઈની સમસ્યા"

Jokes- હસવાની છૂટ છે -
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (13:16 IST)
એકવાર એક સસરા બિમાર પડ્યા
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ.....સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે
 
બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે
 
સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે.....નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો....
 
જમાઈની સમસ્યા એક જ હતી કે .....એ બન્ને કાને બહેરો હતો
 
જમાઇ નાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે, આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી
 
જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો
 
જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે
 
૧. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
 
જવાબ પૂરો થાય એટલે કહેવું કે ...... ‘બસ એ જ ચાલુ રાખો.’
 
૨.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’
 
સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે .....‘તમારા માટે એ જ બરાબર છે.’
 
૩. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે...'ક્યા દાક્તરની દવા લ્યો છો ?’
 
જવાબ મળે એટલે કહેવું કે..‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
 
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.
 
પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
 
સસરો થોડો આખા બોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’
 
એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’
 
જમાઈનો જવાબ સાંભળી સસરા ની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા
 
જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’
 
આ વખતે સાસુ બોલ્યા કે......"પથરાં ખાય છે ,અને ધૂળ ફાકે છે."
 
જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો.
 
તમારા માટે એ જ યોગ્ય છે.’
 
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું
 
ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે....‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’
 
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘યમરાજાની દવા ચાલે છે.’
 
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી
 
એમની દવા ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ ...
 
પછી જમાઈનું શું થયું એ ખબર નથી ....
 
પણ છેલ્લા સમાચાર મલ્યા કે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કર્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jokes- 30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનવું