Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ અને સેક્સ : સેક્સ સમસ્યા વિશે વાત કરવી હોય તો ?

લવ અને સેક્સ : સેક્સ સમસ્યા વિશે વાત કરવી હોય તો ?
એ તો સહુ જાણે છે કે સંબંધોમાં એકબીજાનો સાથ બહુ જરૂરી છે. પતિ-પત્નીના પરસ્પર સંબંધોમાં જ્યાં શારીરિક સંબંધ જરૂરી હોય છે ત્યાં જ માનસિક જોડાણ પણ અત્યંત આવશ્યક હોય છે. શારીરિક જોડાણની સાથેસાથે માનસિક જોડાણ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. એક તકફ જ્યાં પતિ-પત્નીના સંબંધોમાં સેક્સનું બહુ મહત્વ છે ત્યાં સેક્સ સમસ્યાઓને પણ આનાથી અલગ રાખીને ન જોઇ શકાય.

સામાન્યપણે પતિ-પત્ની સેક્સ સમસ્યાઓ વિષે વાત કરતા ખચકાય છે, પરિણામે આવી સમસ્યાઓ વધતી જાય છે. આવામાં પતિ અને પત્ની બંનેમાં એટલી પરસ્પર સમજણ હોવી જોઇએ કે અકબીજાથી કોઇપણ વાત છુપાવ્યા વગર ન રહી શકે. એટલું જ નહીં આ મામલામાં મહિલાઓ ક્યારેય પહેલ નથી કરતી. આવામાં પુરુષોએ પોતાનો વ્યવહાર એવો રાખવો જોઇએ કે તેમની પત્ની તેમની સાથે બધી વાત શેર કરી શકે. આવો જાણીએ સેક્સ સમસ્યાઓ વિષે કેવી રીતે વાત કરશો.

- જ્યારે પણ મહિલાઓને સેક્સ સમસ્યાઓ થાય છે ત્યારે તે જણાવતા ખચકાય છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષોની સાથે પણ આવી સ્થિતિ થાય છે. આવામાં સમસ્યા વધવાની આશંકા બરાબર જળવાઇ રહે છે.

- જો તમે ઇચ્છો છો કે કોઇપણ સેક્સ સમસ્યા છે જેને તમે તમારા સાથી સાથે શેર કરો તો તેના માટે તમારે તમારા પોતાના સાથીને જાણવો/જાણવી જરૂરી છે કે તેની તમારી આ સમસ્યા કે પરેશાની પર શું પ્રતિક્રિયા હશે.

- જો તમે તમારા સાથી સાથે તમારી બધી વાતો શેર કરો છો તમે એ વાત શેર કરવામાં પણ સહજ રહો જે તમે હજુ તેને જણાવી નથી.

સેક્સ સમસ્યાઓ વિષે વાતચીત માટે કેટલાંક ઉપાયો -

વિશ્વાસ જીતો - જો તમે ઇચ્છો છો કે તમે તમારા સાથીને બધી સમસ્યાઓ અને તેમાંય ખાસકરીને સેક્સ સમસ્યાઓ વિષે જણાવી શકો તો તમારે તમારા સાથીને વિશ્વાસમાં લેવો પડશે. જો તમને તેના પર વિશ્વાસ છે તો ખચકાયા વગર તમારી સમસ્યા જણાવો. આ રીતે તમે તેનો વિશ્વાસ જીતી શકો છો.

તમારા સાથીને સમજો - જો તે તમને કોઇ વાત કરવા ઇચ્છે છે પણ કંઇ કહી નથી શકતો/ શકતી તો તેને આશ્વાસન આપો કે તમે દરેક પગલે તેની સાથે છો માટે કોઇપણ પરેશાની હોય તો તે તમારી સાથે આરામથી તે અંગે વાત કરી શકે છે.

સંવાદ જરૂરી છે - કોઇપણ વાત તમારા સાથીને જણાવવા માટે એ જરૂરી છે કે તમે તેમની સાથે સતત સંવાદ કરતા રહો. જો તમારા બંને વચ્ચે સારી રીતે વાતચીત થશે તો તમે સહજ રૂપે તમારી વાત કહી શકશો.

પ્યાર જતાવો - જો તમે તમારા સાથીને તમારી કોઇ સેક્સ સમસ્યાની જાણ કરાવા જઇ રહ્યાં છો તો તમે સીધા શબ્દોમાં ન કહો પણ તેના માટે થોડો સમય લો. પહેલા તેને તમારા પ્રેમ અને વાતચીતથી સહજ કરો અને બાદમાં સામાન્ય વાત કરતા હોવ તેમ તમારી સમસ્યા જણાવો.

ઇશારાને સમજો - તમે તમારા સાથીને એ રીતે તૈયાર કરો કે તે તમારી વાત કીધા વગર જ સમજી જાય. જેથી જો તમે કોઇ વાત શેર કરવા ઇચ્છો છો કે પછી તમે પરેશાનીમાં છો તો તમારા કીધા વગર જ તે તમને સમજી જાય અને તે સામેથી તમારી પરેશાની જાણવા ઇચ્છે.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ ત્યારે જ યથાવત રહે છે જ્યારે પરસ્પર મનમેળ હોય અને બંને વચ્ચે નિખાલસતા હોય. જેથી બંનેમાંથી કોઇપણ પોતાની વાત બતાવતી વખતે મનમાં કોઇ ડર કે શંકા ન રાખે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો