Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Elon Musk ને મોટો ફટકો, પાકિસ્તાને X પર લગાવ્યુ Ban, જાણો કારણ

X banned
, બુધવાર, 17 એપ્રિલ 2024 (18:04 IST)
X (Twitter) Banned in Pakistan: એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને પાકિસ્તાનમાં બેન કરવામાં આવ્યુ છે. આ વર્ષે પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણી દ્વારા જ યુઝર્સ X એક્સેસ કરી શકતા નથી. પાકિસ્તાન સરકારે હવે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટેમ્પોરરી પ્રતિબંધ લગાવી દીધો છે.  પાકિસ્તાન સરકારે આને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને એક્સ પર આ પ્રતિબંધ લગાવ્યો છે.

 
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્વિટર (X) ફેબ્રુઆરી 2024 થી પાકિસ્તાનમાં કામ કરી રહ્યું નથી. સરકાર દ્વારા લાદવામાં આવેલ આ પ્રતિબંધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લાંબા સમય સુધી સસ્પેન્શનની પુષ્ટિ કરે છે. ઘણા યુઝર્સેએ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) દ્વારા X પર પ્રતિબંધની ચોખવટ પણ કરી છે.

સુરક્ષા કારણોનો આપ્યો હવાલો 
પાકિસ્તાની કોર્ટમાં નોંધાયેલ સોગંધનામામાં સરકારે કહ્યુ કે આ ઉલ્લેખ કરવો ખૂબ પ્રાસંગિક છે કે પાકિસ્તાન સરકારે કાયદેસર આદેશનુ પાલન કરવા અને પોતાના મંચનો દુરુપયોગના સંબંધમાં ચિંતાઓને દૂર કરવામા ટ્વિટર/એક્સની નિષ્ફળતાને કારણે બેન લગાવવો જરૂરી થઈ ગયો. X તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યુ નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત