Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

US Election 2024 Result Live: અમેરિકામાં ચૂંટણીના પરિણામો, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા આગળ

Donald Trump and Kamala Harris
, બુધવાર, 6 નવેમ્બર 2024 (09:26 IST)
US Election 2024 Result Live:અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. દરમિયાન, જ્યાં મતદાન થયું છે તેવા ઘણા રાજ્યોમાંથી પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કેન્ટુકી, વેસ્ટ વર્જિનિયા અને ઇન્ડિયાનામાં જીત્યા છે. આ સાથે જ વર્મોન્ટમાં કમલા હેરિસનો વિજય થયો છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ચૂંટણી લેબ અનુસાર, સમગ્ર યુ.એસ.માં મેલ દ્વારા વહેલા મતદાન અને ટપાલથી મતદાન કરનારા 78 મિલિયનથી વધુ અમેરિકનો પહેલેથી જ તેમના મત આપી ચૂક્યા છે.    

ટ્રમ્પ પ્રારંભિક વલણો મુજબ ફ્લૉરિડા, અલબામા, મિસૉરી, ઑક્લાહામા તથા ટૅનેસીમાં સરસાઈ ધરાવે છે તો કમલા હૅરિસ ડિસ્ટ્રિક્ટ ઑફ કૉલંબિયા, મૅરિલૅન્ડ અને મૅસેચ્યુસેટ્સમાં અગ્રેસર છે. આ રાજ્યોએ અગાઉ પણ 'વલણ મુજબ જ પરિણામ' આપ્યા છે.
ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે સાડા ચાર વાગ્યા આસપાસથી મતદાન શરૂ થયું હતું.
 
કમલા હૅરિસ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણીજંગમાં ઊતર્યા છે.
 
ઉલ્લેખનીય છે કે ડેમૉક્રૅટિક પાર્ટીએ ચૂંટણીની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડનને ટ્રમ્પ સામે ઉતાર્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ટેલિવિઝન ડિબૅટમાં બાઇડનના પ્રદર્શન બાદ તેમને હઠી જવા માટે કહેવામાં આવ્યું હતું અને હૅરિસ માટે માર્ગ મોકળો થયો હતો.

સ્વિંગ સ્ટેટ્સની સ્થિતિ
 
સાત સ્વિંગ સ્ટેટ્સમાંથી એક મનાતા ઉત્તર કૅરોલાઇનામાં પણ ટ્રમ્પ અગ્રેસર છે. અહીં ભારતીય સમય મુજબ સવારે સાત વાગ્યા આસપાસ સુધીમાં 26 ટકા મતોની ગણતરી થઈ હતી, જેમાં ટ્રમ્પ 53.7 અને કમલા હૅરિસે 45.1 ટકા મત મેળવ્યાં હતાં.
 
ફ્લૉરિડામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને વિજય મળે તેવી શક્યતા છે. અહીં 73 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે.
 
24 વર્ષ પહેલાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્યૉર્ડ ડબલ્યુ બુશે ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર અલ ગોરને અમુક હજાર મતોથી અહીં પરાજય આપ્યો હતો.
 
ફ્લૉરિડા રાજ્યનું વલણ આશ્ચર્ય પમાડનારું નથી, પરંતુ ઑરલાન્ડો પાસેની ઑસિઓલા કાઉન્ટીમાં ટ્રમ્પનો વિજય ચોંકાવનારો છે.
 
ટ્રમ્પે મતદાન બાદ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
બીજી બાજુ, કમલા હૅરિસના સમર્થક હાવર્ડ યુનિવર્સિટીની બહાર એકઠાથઈ રહ્યા છે. કમલા હૅરિસે અહીંથી અભ્યાસ કર્યો છે અને ઇલૅક્શન નાઇટ પાર્ટી અહીં જ યોજાનારી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ હેઠળનો બ્રિજ ધરાશાયી, ત્રણ શ્રમિકોના મોત