UPSC Prelims Result 2023 OUT: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 12 જૂન, સોમવારના રોજ UPSC પ્રિલિમ્સ પરિણામ 2023ની જાહેરાત કરી છે. 14,624ને આયોગ દ્વારા સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
UPSC CSE પ્રિલિમ્સની લેખિત પરીક્ષા 28 મે, 2023 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની મુખ્ય પરીક્ષામાં બેસવાનું રહેશે. UPSC CSE મુખ્ય પરીક્ષા 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ સુનિશ્ચિત થયેલ છે.
હેલ્પલાઇન શરૂ કરી
પરિણામ સંબંધિત માહિતી માટે ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કોમ્પ્લેક્સ, ધોલપુર હાઉસ, શાહજહાં રોડ, નવી દિલ્હી ખાતે પરીક્ષા હોલ બિલ્ડીંગ પાસેના સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. અથવા ઉમેદવારો ટેલિફોન નં. 011-23385271, 011-230
UPSC પ્રિલિમ્સ પરિણામ 2023 આ રીતે કરો ચેક
સૌ પ્રથમ ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
હોમ પેજ પર ઉપલબ્ધ UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
એક નવી પીડીએફ ફાઇલ ખુલશે જ્યાં ઉમેદવારો તેમનું પરિણામ ચકાસી શકશે.
પેજ ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.