Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WEF 2018 બે દસકામાં 6 ગણી થઈ ભારતની જીડીપી - મોદી (જુઓ વીડિયો)

WEF 2018 LIVE:  બે દસકામાં 6 ગણી થઈ ભારતની જીડીપી - મોદી (જુઓ વીડિયો)
, મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (16:38 IST)
સ્વિટઝરલેંડના દાવોસ શહેરમાં વિશ્વ આર્થિક મંચ(WEF)ના 48માં સમિટમાં આજે પીએમ મોદી પ્લેનરી સેશનને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને ખૂબ જ હર્ષ થઈ રહ્યો છે. સૌ પહેલા હુ ક્લોજશ્વાબને તેની આ પહેલ પર વધુ ડબ્લૂઈફને એક સશક્સ્ત અને વ્યાપક મંચ બનાવવા પર ખૂબ ખૂબ સાધુવાદ આપી રહ્યો છુ. 
 



તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી એજંડા છે. જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવી. તેમણે આ એજંડાને આર્થિક અને રાજનીતિક ચિંતનથી ખૂબ મજબૂતી સાથે જોડી દીધો છે.  સાથે જ ગર્મજોશી ભર્યા સત્કાર માટે હુ સ્વિટરઝરલેંડની સરકાર અને તેના નાગરિકો પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છુ. 
 
પીએમ મોદીએ કહ્યુ કે દાવોસમાં અંતિમ વખત ભારતના પ્રધાનમંત્રીની યાત્રા સન 1997માં થઈ હતી. જ્યારે દેવગૌડાજી અહી આવ્યા હતા. 1997માં ભારતની GDP ફક્ત 400 બિલિયન ડોલરથી થોડી વધુ હતી. હવે બે દસકામાં આ લગભગ 6 ગણી વધી ચુકી છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Republic Day-પ્રજાસત્તાક દિવસ જાણો -ત્રિરંગા વિશે રસપ્રદ વાતો.(See Video)