Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીમાં નર્વસ અનફૉર્મેટ ક્વૉલિટી', બરાક ઓબામાના પુસ્તકમાં ઉલ્લેખ

રાહુલ ગાંધીમાં નર્વસ અનફૉર્મેટ ક્વૉલિટી', બરાક ઓબામાના પુસ્તકમાં ઉલ્લેખ
, શુક્રવાર, 13 નવેમ્બર 2020 (14:17 IST)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનો ઉલ્લેખ કર્યો છે.
 
એનડીટીવી ઇન્ડિયા ન્યૂ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટને ટાંકીને લખે છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનું એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે એક રાજનીતિક સંસ્મરણ છે. "અ પ્રૉમિસ લૅન્ડ"માં અમેરિકા અને અન્ય દેશના નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
આ પુસ્તકમાં રાહુલ ગાંધી અને મનમોહનસિંહ પણ સામેલ છે.
 
ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહના નેતૃત્વાળી યુપીએ સરકાર ઓબામાના કાર્યકાળ દરમિયાન સત્તામાં હતી.
 
મનમોહનસિંહ પર ન્યૂ યૉર્ક ટાઇમ્સના લેખમાં લખવામાં આવ્યું, 'એવું લાગે છે કે રક્ષાસચિવ બૉબ ગેટ્સ અને ભારતીય વડા પ્રધાન મનમોહનસિંહ વચ્ચે ઘણી એકતા છે.'
 
ન્યૂ યૉર્ક ટાઇમ્સ અનુસાર, પુસ્તકમાં રાહુલ ગાંધી અંગે લખવામાં આવ્યું, 'તેમનામાં એક નર્વસ અનફૉર્મેટ ક્વૉલિટી છે, જેમ કે એક વિદ્યાર્થી હોય જેણે પોતાનો કોર્સવર્ક પૂરો કર્યો છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક હોય, પણ વિષયમાં મહારત હાંસલ કરવા માગતા નથી.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અયોધ્યામાં આજે દીપોત્સવ, પવિત્ર શહેરને દિવાળી પર અનેક ભેટો મળશે