વિજ્ઞાન કેટલુ પણ આગળ વધી જાય કે પછી બધા સંપૂર્ણ સાક્ષર કેમ ન થઈ જાય છતા એક વાતની આતુરતા તો સૌને રહે જ છે અને એ હોય છે પ્રેગનેંસીમાં સ્ત્રીમાં પેટમાં ઉછરી રહેલુ બાળક છોકરો છે કે છોકરી. સામાન્ય રીતે મોટા વયની સ્ત્રીઓ ગર્ભવતી સ્ત્રીઓના પેટના આકાર અને ખાવા પીવાની ટેવ પરથી અંદાજો લગાવે છે કે ગર્ભવતી સ્ત્રીને છોકરો થશે કે છોકરી. પણ હવે એક ખૂબ જ સહેલો ઉપાય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.
કેનેડામાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ કોઈપણ સ્ત્રીને ગર્ભવતી થયાના 26 સપ્તાહ પહેલાના બ્લડ પ્રેશરના રેકોર્ડ દ્વારા જાણી શકાય છે કે તે છોકરાને જન્મ આપશે કે છોકરીને. આ અભ્યાસ મુજબ જો બ્લડ પ્રેશર હાઈ હોય તો તે સૂચવે છે બાળક છોકરો હશે અને જો બ્લડ પ્રેશર લો હોય તો છોકરી જન્મવાની શક્યતા વધી જાય છે. આ અભ્યાસમાં જોડાયેલ ટીમ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે છોકરો અને છોકરીના જન્મનો રેશિયોમાં શું કનેક્શન છે. જેમાં જાણવા મળ્યું કે, કોઈપણ દેશમાં તણાવયુક્ત વાતાવરણ જેમ કે યુદ્ધ, કુદરતી હોનારત, મંદી જેવી સ્થિતિમાં છોકરા અને છોકરીના જન્મના ગુણોતરમાં તફાવત આવે છે.