Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાયરસ પછી હંતા વાયરસનો ફફડાટ, ચીનમાં એકનું મોત, જાણો કોરોના અને હંતા વાયરસ વચ્ચે શું તફાવત છે

કોરોના વાયરસ પછી હંતા વાયરસનો ફફડાટ, ચીનમાં એકનું મોત, જાણો કોરોના અને હંતા વાયરસ વચ્ચે શું તફાવત છે
, મંગળવાર, 24 માર્ચ 2020 (18:00 IST)
કોરોના વાયરસ પછી, બીજા વાયરસથી દુનિયાભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ચીનના યુનાન પ્રાંતમાં હંતા વાયરસથી એકનું મોત થયા બાદ #Hantavirus સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેંડ કરી રહ્યું છે.  હંતા વાયરસથી લોકોની ચિંતા વધી ગઈ છે. લોકોને ડર છે કે ચીનના વુહાન શહેરથી જે રીતે કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો છે, ત્યારે હંતા વાયરસ ફેલાશે પણ ફેલાય તો નહીં. આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે કોરોના વાયરસ અને હંતા વાયરસ વચ્ચે શું તફાવત છે. હંતા વાયરસનો ચેપ કેવી રીતે લાગે છે અને તે કેવી રીતે ફેલાય છે? હંતા વાયરસ જીવલેણ છે ?  આ બધા પ્રશ્નોના જવાબો અહીં જાણો  -
 
ચાઇનીઝ છાપુ ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, હંટા વાયરસથી ચેપગ્રસ્ત એક વ્યક્તિ શેન્ડોંગ પ્રાંતમાં બસમાં કામ કરીને  પરત ફરી રહ્યો હતો. તે હંતા વાયરસ પોઝિટીવ જોવા મળ્યો હતો. બસમાં સવાર 32 અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી છે. હંતા વાયરસનો આ કિસ્સો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આખું વિશ્વ વુહાનમાંથી જન્મેલા કોરોના વાયરસના રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યું છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 500 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલું જ નહીં, વિશ્વના 382,824 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના વાયરસના વ્યાપનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વાયરસ હવે 196 દેશોમાં ફેલાયચુક્યો છે.
 
નિષ્ણાતોના મતે ઉંદરના સંપર્કમાં આવવાથી માણસોમાં હંતા વાયરસ ફેલાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર(Centre for Disease Control and Prevention)એ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે 'ઘરની અંદર અને બહાર ઉંદર  હંતા વાયરસ ફેલાવવાનું પ્રાથમિક કારણ બની  શકે છે. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો પણ વાયરસના સંપર્કમાં આવ્યા પછી તેને ચેપ લાગવાનું જોખમ રહેલું છે.
 
જો કે, હંતા વાયરસ, કોરોના વાયરસની જેમ, વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ, જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ અથવા પેશાબને તેના દર પર અને અન્ય વસ્તુઓને સ્પર્શ કર્યા પછી તેની આંખો, નાક અને મોંઢાને સ્પર્શે, તો વાયરસનો ચેપ તેનામાં ફેલાય છે. કોરોના વાયરસની જેમ, હંતા વાયરસ હવામાં ફેલાતો નથી.
 
લક્ષણો
 
જો કે, કોરોના વાયરસ અને હંતા વાયરસના લક્ષણો એકદમ સમાન છે. બંને સ્થિતિમાં તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, શરીરમાં દુ:ખાવો થાય છે. આ સિવાય હંટા વાયરસથી ચેપ લાગ્યો હોય ત્યારે પેટમાં દુખાવો, ઉલટી થવી, ઝાડા પણ થાય છે. જો  સારવારમાં વિલંબ થાય તો  ચેપગ્રસ્ત વ્યક્તિના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે.
 
હંતા વાયરસ ક્યાંથી શરૂ થયો ?
હંતા વાયરસનો પહેલો કેસ ચીનનો નથી. વાયરસના ચેપનો પ્રથમ કેસ 1993 માં દક્ષિણ પશ્ચિમી અમેરિકાથી આવ્યો હતો. આ ચાર ખૂણા હતા - એરિઝોના, ન્યુ મેક્સિકો, કોલોરાડો અને યુટાહ. ન્યૂ મેક્સિકોમાં વાયરસથી એક યુવાન અને તેના ફિયાન્સીનું મોત થયુ હતુ.  સીડીસીએ પોતાના અહેવાલમાં કેનેડા, આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચિલી, પનામા, પેરાગ્વે અને ઉરુગ્વેથી પણ આ પ્રકારના મામલા આવવાની ચોખવટ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona effects-ગુજરાતની કચેરીઓમાં 31 માર્ચ સુધી રજા, જીવનજરૂરી વસ્તુઓ માટે ટાસ્ક ફોર્સની રચના