Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂકંપથી ધ્રુજ્યુ ઈંડોનેશિયા, 14ના મોત

ભૂકંપથી ધ્રુજ્યુ ઈંડોનેશિયા, 14ના મોત
જાકાર્તા. , સોમવાર, 30 જુલાઈ 2018 (11:44 IST)
ઈંડોનેશિયાના લોમ્બોક દ્વીપમાં આજે 6.4ની તીવ્રતાના ભૂકંપનો ઝટકો અનુભવાયો છે અને ભૂકંપને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 162ને ઈજા પહોંચી હતી. તૂટી પડતી ઈમારતોથી બચવા માટે ગભરાયેલા લોકો પથારી છોડીને ખેતરોમાં દોડી ગયા હતા.
 
યૂએસજીના જણાવ્યા મુજબ આ શક્તિશાળી ભૂકંપનુ કેન્દ્ર સાત કિલોમીટરના ઊંડાણમાં હતુ અને આ સ્થાનીક સમય મુજબ છ વાગીને 47 મિનિટ પર આવ્યો. ધરતી ધ્રૂજતાં હજારો મકાનોને નુકસાન પહોંચ્યું હતું. એકમાળિયા મકાનો સહિત સંખ્યાબંધ ઊંચા મકાનો ધરાશાયી થયા હતા. ટાપુના સેમ્બાલુન વિસ્તારમાં સૌથી વધુ નુકસાન નોંધાયું હતું. એક હજાર જેટલા મકાનો અને ઈમારતોને નુકસાન થયું હતું. ભેખડો ધસી પડી હોવાથી એક મહિલા પર્યટકનું પણ મૃત્યુ થયું છે. લોમ્બોક ઈંડોનેશિયાનુ લોકપ્રિય પર્યટન સ્થળ છે અને આ રિઝોર્ટ માટે જાણીતા દ્વીપ બાલીથી 100 કિલોમીટર પૂર્વમાં આવેલુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અસમમાં 40 લાખ લોકો ભારતના નાગરિક નહી, એનઆરસીની બીજી લિસ્ટ રજુ