Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

America- મૅકડોનાલ્ડ બર્ગરના કારણે અમેરિકામાં એકનું મોત, 49 બીમાર

America- મૅકડોનાલ્ડ બર્ગર
, બુધવાર, 23 ઑક્ટોબર 2024 (15:41 IST)
અમેરિકાની સેન્ટર્સ ફૉર ડીસિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ મંગળવારે જણાવ્યું છે કે મૅકડોનાલ્ડના બર્ગરના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
 
સીડીસી પ્રમાણે મૅકડોનાલ્ડની ‘ક્વાર્ટર પાઉન્ડર’ બર્ગરમાં ઇકોલી બૅક્ટેરિયા મળી આવી છે. આ બૅક્ટેરિયાના કારણે વ્યક્તિને પેટની તકલીફ થાય છે.
 
અમેરિકાના 10 રાજ્યોમાં ઇકોલીના 49 કેસ સામે આવ્યાં હોવાનું સીડીસીએ પુષ્ટિ કરી છે. હાલમાં 10 વ્યક્તિઓની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૌથી વધુ કેસ વેસ્ટ અને મિડવેસ્ટ રાજ્યોમાં નોંધાયા છે.
 
સીડીસીએ વધુમાં જણાવ્યું કે બૅક્ટેરિયાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
 
એક નિવેદનમાં સીડીસીએ જણાવ્યું કે, ''મૅકડોનાલ્ડ અને તપાસકર્તાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કઈ વસ્તુના કારણે આ બીમારી ફેલાઈ રહી છે. હાલમાં આ બર્ગરમાં વપરાતી વસ્તુઓનો ઉપયોગ બંધ કરી 
 
દેવામાં આવ્યો છે. કેટલાંક રાજ્યોમાં આ બર્ગરનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે.''
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Priyanka Gandhi - પ્રિયંકા ગાંધીએ ભાઈ રાહુલની સીટ વાયનાડથી ઉમેદવારી નોંધાવી