ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝા શહેરની એક હોસ્પિટલ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા હતા.
ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલનો હવાઈ હુમલો, હમાસનો દાવો છે કે 500 લોકો માર્યા ગયા છે · આ હુમલો મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો છે.
ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલ સાથે એકજૂથતા દર્શાવવા માટે તેલ અવીવ જવા રવાના થયા છે. હમાસે મંગળવારે રાત્રે દાવો કર્યો કે. ઈઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે.