તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી દીધીછે. અફઘાનિસ્તાનમાં એક કાર્યવાહક સરકાર રહેશે. જેના મુખિયા મુલ્લા મુહમ્મદ હસન અખુંદની રહેશે. નવી સરકારમાં કુલ 33 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે તેમાં કોઈ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ઝબીહુલ્લાહ મુજાહિદે નવી અફઘાન સરકાર અને કેબિનેટની જાહેરાત કરી. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની નવી સરકાર આવતીકાલ એટલે કે બુધવારથી કામકાજ શરૂ કરી શકે છે. આ માટે કાલે દિવસે જ શપથ ગ્રહણ જેવુ કોઈ આયોજન થઈ શકે છે. અફઘાન સરકારમાં કયા નેતાને કયું પદ મળ્યું છે જુઓ અહી સંપૂર્ણ યાદી.
અફગાન સરકારમાં પદ (કાર્યકારી) |
તાલિબાન નેતા |
પ્રધાનમંત્રી
|
મુલ્લા મોહમ્મદ હસન અખુંદ
|
ડેપ્યુટી પીએમ 1
|
મુલ્લા બરાદાર
|
ડેપ્યુટી પીએમ 2
|
અબ્દુલ સલામ હનાફી
|
ગૃહ મંત્રી
|
સિરાજુદ્દીન હક્કાની
|
સંરક્ષણ મંત્રી
|
મોહમ્મદ યાકોબ મુજાહિદ
|
નાણામંત્રી
|
મુલ્લા હિદાયતુલ્લાહ બદરી
|
વિદેશ મંત્રી
|
મૌલવી આમિર ખાન મુતક્કી
|
શિક્ષણ મંત્રી
|
શેખ મૌલવી નુરુલ્લા મુનીર
|
શરણાર્થી બાબતોના મંત્રી
|
ખલીલુર રહેમાન હક્કાની
|
નાયબ વિદેશ મંત્રી
|
શેર મોહમ્મદ સ્ટેનેકઝાઈ
|
સંસ્કૃતિ મંત્રાલયના નાયબ મંત્રી
|
ઝબીઉલ્લા મુજાહિદ
|
સંરક્ષણ મંત્રાલયમાં સેના પ્રમુખ
|
કારી ફસીહુદ્દીન
|
લશ્કરી જનરલ
|
મુલ્લા ફઝલ અખુંદ
|
નાયબ ચીફ ઓફ ઇન્ટેલિજન્સ
|
મુલ્લા તાજ મીર જવાદ
|
રાષ્ટ્રીય સુરક્ષા નિદેશાલય (NDS) ના વડા
|
મુલ્લા અબ્દુલ હક વાસિક
|
નવી સરકારના પ્રમુખ મુલ્લા હસન તાજેતરમા& તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેતી સંસ્થા રહબારી શૂરા અથવા નેતૃત્વ પરિષદના પ્રમુખ છે. આ પરિષદ સરકારી કેબિનેટની જેમ કામ કરે છે અને સમૂહની તમામ બાબતો પર ધ્યાન રાખે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા હિબતુલ્લાએ ખુદ સરકારનું નેતૃત્વ કરવા માટે મુલ્લા હસનનું નામ સૂચવ્યું હતું.