Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Cancer Day 2021 - કેન્સરથી બચવા શુ ખાવુ શુ નહી

World Cancer Day 2021 - કેન્સરથી બચવા શુ ખાવુ શુ નહી
, શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (08:54 IST)
આજકાલની જીવનશૈલીને જોતા  કેન્સરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે જરૂરી છે કે તેનાથી બચવા માટે આપણે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરીએ. ચાલો જાણીએ કેન્સરથી બચવા શુ ખાવુ શુ નહી 
 
- વધારેથી વધારે તાજુ ભોજન કરો. અહીં તાજુ ભોજન એટલે કે લીલા શાકભાજી, ફળ, સૂકા મેવા,  દાળ વગેરે ખાવ. આ માટે લંચ કે ડિનરમાં આપ પુષ્કળ પ્રમાણમાં સલાદ ખાવ. શોધ પ્રમાણે જે લોકો ફળ અને શાકભાજી ખાય છે તેમને  કેન્સરનો  ખતરો ઘટી જાય છે. . 
 
ફાઈબર  કેન્સર સામે લડવામાં સૌથી વધારે મદદગાર છે. ફાઈબરયુક્ત ભોજન પાચનને યોગ્ય  રાખે છે અને  કેન્સર કરતા કમ્પાઉંડને શરીરથી બહાર કાઢે છે. આ માટે બ્રાઉન રાઈસ ખાવ, ફળને છાલ સાથે ખાવ. એક શોધ પ્રમાણે ભોજનમાં ફાઈબરની માત્રાનો કેન્સરના ખતરાથી સીધો સંબંધ છે. 
 
કેન્સરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા એક ટેવ પાડો  કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવ. તાજુ ભોજન કરો. એટલે કે પેક્ડફુડ અને ફાસ્ટફુડ ખાવાનુ ઓછુ કરો.  તમે પેક્ડ સંતરાનુ જયુસ પીવો તેના કરતા સારુ રહેશે કે તમે  સંતરાને છોલીને ખાવ. 
 
નોનવેજ ખાતા લોકોને પણ કેન્સરના ખતરો શાકાહારી લોકો કરતા 50 ટકા વધુ હોય છે. રેડ મીટ ખાતા લોકોને કેન્સરનો  ખતરો વધારે હોય છે. કારણકે એમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. તેથી માંસાહાર ભોજનની માત્રા ઓછી કરો.  
 
સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટ આરોગ્ય માટે ખતરનાક છે તેથી તેના સેવનને ઓછું કરો. સેચ્યુરેટેડ ફેટ માખણ, ઘી,  ઈંડા, વસાવાળા દૂધ અને રેડ મીટમાં હોય છે. 
 
ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, દ્રાક્ષ, ગાજર, ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડક્ટ છે જે એંટી ઓક્સીડેંટથી ભરપૂર હોય છે કેન્સરથી લડવામાં મદદગાર હોય છે. 
 
પુષ્કળ પાણી પીવો. આ શરીરમાંથી ઝેર કાઢવામાં મદદ કરે છે. કેન્સર બનાવતા સેલ્સને શરીરથી બહાર કાઢે છે. મીઠા ડ્રિકસ જેવા કે કોફી, જ્યૂસ આ બધા દૂર કરો. 
 
ભોજન રાંધતી વખતે થોડા સાવધ રહો. ભોજનને ઓછા પાણીમાં રાંધો, શાકભાજીને સારી રીતે ધોઈને ઉપયોગમાં લો જેથી બધા પેસ્ટીસાઈડ નીકળી જાય. તેલમાં ખૂબ વધારે ન રાંધશો નહી તો ભોજન કારસિનોજેનિક બની જાય છે. 
 
ભોજન રાંધવાની રીતમાં ફેરફાર કરો. વધારે તેલમાં ભોજન રાંધતા બચવું. તેના બદલે ઉકાળેલા કે બાફેલા ભોજનને પ્રાથમિકતા આપો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ayurvedic Tips : શરદી, ખાંસી અને ગળાની ખરાશ દૂર કરવા માટે અજમાવો આ આયુર્વેદિક ટિપ્સ