Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Veins Cramp Home Remedies: રાત્રે સૂતા સમયે ચડી જાય છે તમાર પગની નસ? અજમાવો આ ઘરે ઉપાય

Veins Cramp Home Remedies: રાત્રે સૂતા સમયે ચડી જાય છે તમાર પગની નસ? અજમાવો આ ઘરે ઉપાય
, બુધવાર, 4 ઑગસ્ટ 2021 (13:38 IST)
Veins Cramp Home Remedies: ઘણી વાર કામ કરતા સમયે ઉઠતા બેસતા કે ઉંઘમાં પગની નસ ચડી જાય છે. નસ પર નસ ચડવી ખૂબ સામાન્ય સમસ્યા છે. તેનાથી અસહનીય દુખાવાનો પણ સામનો કરવો પડે છે. તેથી તમે કેટલાક દેશી ઉપાય અજમાવીને આ દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે 
 
શા માટે ચડે છે નસ 
માંસપેશીઓના સંકુચવાથી નસ ચડી શકે છે. તંતુઓમાં ખરાબીના કારણે માંસપેશીઓની ગાંઠ બની જાય છે. જેનાથી તીવ્ર દુખાવો હોય છે. નસ પર નસ ચડી જવાના કારણે ન માત્ર તીવ્ર દુખાવો હોય છે પણ ઘણી 
 
વાર તે ભાગમાં સોજા પણ આવી જાય છે. 
 
નસ ચડવાના કારણ 
- નબળાઇ
- શરીરમાં પાણીનો અભાવ
- લોહીમાં સોડિયમ, પોટેશિયમનો અભાવ
- ખૂબ દારૂ પીવો
- વધુ તણાવ
- ખોટી મુદ્રામાં બેસવું
- સ્નાયુઓને અપૂરતો રક્ત પુરવઠો
- નસોમાં નબળાઈને કારણે
 
શરીરમાં આયર્નની અછતને લીધે ઘણી વાર સૂતી વખતે નસો ચડી જાય છે. જો તમને આવું વારંવાર થાય છે, તો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોઈ શકે છે. આયર્નની ઉણપને પહોંચી વળવા, તમારે આયર્નવાળો ખોરાક લેવો જ જોઇએ. આયર્નની ઉણપ માત્ર એક નસ ચડવાની જ નહીં, પરંતુ વિવિધ પ્રકારની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
 
હકીકતમાં, આયર્નની અછતને કારણે, શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. આને કારણે નસ ચડી જવાની સમસ્યા આવે છે. આયર્નની ઉણપને પહોંચી વળવા તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, કેળા, કઠોળ, દાળ, બદામ, બ્રાઉન ચોખા, ઘઉંનો લોટ અને સૂકા ફળો ખાવા જ જોઈએ.
 
હિમોગ્લોબિન વધારવા માટે તમારે બીટ, કેરી, દ્રાક્ષ, સફરજન, જામફળ, લીલા શાકભાજી, નાળિયેર, તુલસી, તલ, પાલક, ગોળ અને ઇંડા ખાવા જ જોઈએ.
 
નસ ચડવાથી અજમાવો આ ઘરેલૂ ઉપાય 
કાનના પ્વાઈંટ દબાવો- જો ડાબા પગ પર નસ હોય તો જમણા હાથની આંગળીથી કાનની નીચે જોઈંટને દબાવો. એ જ રીતે, જમણા પગની નસ ચડી જાય ત્યારે ડાબા હાથની આંગળીથી કાનના પ્વાઈંટને દબાવો.
 
બરફની શેકાઈ - નસજ ચડતા તે જગ્યા પર ઓછામાં ઓછી 3 થી 15 મિનિટ સુધી બરફની શેકાઈ કરવી. 
તેલની માલિશ - નસ ચડતા પર કોઈ પણ તેલને હળવા હૂંફાણુ કરી લો અને તેનાથી હળવા હાથથી તે જગ્યાની માલિશ કરવી. 
 મીઠું ચાટવું-  જયારે નસ ચઢે ત્યારે હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jhatpat Recipe- પાપડનુ શાક