આપણને દરેક સમયે સલાહ અપાવામાં આવે છે કે દિવસમાં લગભગ 3 લીટર પાણી પીવું જોઈએ, જેથી આપણે સ્વસ્થ રહીએ. પણ આપણામાંથી ઘણા લોકો છે જે આ વાતનું પાલન કરતા નથી અને ઓછું પાણી પીએ છે. શું તમે જાણો છો કે આપણુ શરીર 65% પાણીનું જ બન્યું છે. આથી નોર્મલ કામો માટે તમને પાણી પીવું પડશે. કોશિશ કરો કે દિવસભરમાં આશરે 2 લીટર સુધી પાણી પીવામાં આવે. આવો જાણીએ જે લોકો શરીરને જરૂરી પાણી પીતા નથી તેમને શું શું પ્રોબ્લેમ્બ થાય છે.
મોઢામાંથી ગંધ આવવી- કોઈ જરૂરી નહી કે મોઢામાંથી ગંધ આવવાનું સીધુ કનેકશન મૌખિક સ્વાસ્થય સાથે જ સંકળાયેલું છે. પણ જો જરૂર પૂરતૂ પાણી નહી પીવો તો પણ મોઢાનું થૂક સૂકાય જશે અને એના કારણે મોઢામાં થી ગંધ આવશે.
સૂકી ત્વચા ચેહરો કે બીજા ભાગ શુષ્ક થઈ જાય છે. જેનું કારણ કોઈને સમજાતુ નથી. જો તમારી બૉડીને જરૂરત પૂરતૂ પાણી નહી મળે છે તો એ સૂકી બની જાય છે.
માંસપેશીઓમાં દુખાવો થવો ઓછું પાણી પીવાના કારણે માંસપેશીઓ અને કોશીકાઓમાં ડીહાઈડ્રેશન થઈ જાય છે. જેનાથી એમાં દુખાવો થાય છે. આથી જે લોકો વર્કઆઉટ કરે છે એમને આ ફરિયાદ વધારે જોવા મળે છે.
તાવ પણ આવી શકે છે . જી હા ઓછું પાણી પીવાથી તમને તાવ પણ આવી શકે છે. અને તમારા ઈમ્યૂન પણ કમજોર પડી શકે છે. એનાથી તમારી અંદર નબળાઈ આવશે અને તમે રોગોના શિકાર થશો.
વારેઘડીએ ભૂખ લાગવી - જો તમને વારેઘડીએ ભૂખ લાગી રહી છે અને તમારુ મિઠાઈ ખાવાનું દિલ વધારે કરી રહ્યુ છે તો એનું સાફ અર્થ છેકે તમારું બ્લ્ડ શુગર લેવલ નીચે આવી ગયુ હશે.
માથાનો દુખાવો- જો તમે પુરતુ પાણી નહી પીવો તો હૃદયથી મગજ સુધીનો બ્લડ સપ્લાઈ ધીમો પડી જશે જેનાથી તમને માથાનો દુખાવો અને ચક્કર આવવું પણ શરૂ થઈ શકે છે.
કામમાં ધ્યાન ન લાગવું - જો તમે કોઈ પણ કામમાં ધ્યાન નથી લગાવી શકી રહ્યા કે તમને ઘબરાહટ થઈ રહી છે તો એનો અર્થ છે કે તમને પૂરતુ ઓક્સીજન નથી મળી રહ્યુ. આથી જરૂરી છે કે તમે દિવસભર પાણી પીતા રહો.