ફ્રિજમાં મુકેલો લોટ બની શકે છે જીવલેણ- અન્ન સંપુર્ણ રીતે મનને પ્રભાવિત કરે છે અને મનનું આરોગ્ય, રોગ અને જીવન સાથે ઉંડો સંબંધ છે. એ જ કારણ છે કે જેવુ અન્ન એવુ મન અને જેવુ મન તેવુ તન અને જીવન બને છે. શાસ્ત્રોમુજબ ગૂંથેલા લોટને એ જ પિંડની જેવો માનવામાં આવે છે. જે પિંડ મૃત્યુ પછી જીવાત્માને સમર્પિત કરવામાં આવે છે. અન્ન માત્ર શરીરને જ નહી પણ મન-મસ્તિષ્કને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. ખરાબ અન્નનું સેવન તમારા તન-મનને જ નહી પણ તમારી પેઢીયોને પણ પ્રભાવિત કરે છે. સનાતનકાળથી જ ઋષિ-મુનિયોએ શ્રેષ્ઠ જીવન જીવવા માટે જે માર્ગ બતાવ્યો છે તેમા ભોજન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
તાજો ખોરાક ખાવાથી તન-મન સ્વસ્થ રહેવા સાથે સાથે મન-મસ્તિષ્ક નિર્મલ બન્યુ રહે છે અને રોગોને વધતા રોકવા ઉપરાંત ઈલેક્ટ્રોનિક આધુનિકરણને કારણે રેફ્રિજરેટરનો ઉપયોગ જ્યારથી વધી ગયો છે. ત્યારથી દરેક ઘરમાં વાસી ભોજનનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આ કારણે ભારતીય પરિવારો અને સમાજમા તામસિકતા વધી રહી છે. તાજુ ખાવાનુ ખાવાથી જીવનમાં નવીન વિચારો અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. તેનાથી વિરુદ્ધ વાસી ખોરાક ખાવાથી ગુસ્સો. આળસ, મેદ અને અહંકારે ઝડપથી જીવનમાં પોતાના પગ પસાર્યા છે.
અનેક પૌરાણિક શાસ્ત્રોમાં એવુ વર્ણવ્યુ છે કે વાસી ખોરાક પ્રેતોનુ ભોજન હોય છે અને તેનુ ભક્ષણ કરનારા વ્યક્તિના જીવનમાં નિરાશા. બીમારીયો અને ચિડચિડાપણું આવી જાય છે. આજકાલ મોટાભાગના ભારતીય પરિવારોની મહિલાઓ સમય બચાવવા માટે રાત્રે ગૂંથેલો લોટ બનાવીને રેફ્રિજરેટરમાં મુકી દે છે અને આગામી બે થી પાંચ દિવસ સુધી તેનો ઉપયોગ કરે છે. ગૂંથેલા લોટને એ જ પિંડ સમાન માનવામાં આવે છે જે પિંડ મૃત્યુ પછી જીવાત્મા માટે સમર્પિત કરવામાં આવે છે. કોઈ પણ પરિવારમાં જ્યારે ગૂંથેલા લોટને ફ્રિજમાં મુકવો શરૂ કરવામાં આવે છે. ત્યારે પ્રેતાત્માઓ અને પિતૃ આ પિંડનું ભક્ષણ કરવા માટે ઘરમાં આવવા શરૂ કરી દે છે. જે પ્રેતાત્માઓ અને પિતૃગણ પિંડ મેળવવાથી વંચિત રહી જાય છે. આવામાં તેઓ રેફ્રિજરેટરમાં મુકેલ આ પિંડથી તૃપ્તિ મેળવવાનો ઉપક્રમ કરતા રહે છે.
જે ઘરમાં પણ વાસી ગૂંથેલો લોટને રેફ્રિજરેટરમાં મુકવાનુ પ્રચલન હોય છે ત્યા કોઈને કોઈ પ્રકારના અનિષ્ટ રોગ-શોક અને ક્રોધ અને આળસ પોતાના પગ પસારી જ લે છે. આ વાસી અને પ્રેત ભોજન ખાનારા લોકોને અનેક સમસ્યાઓથી ઘેરાવવુ પડે છે. તમે તમારી આજુબાજુ પડોસીઓ, મિત્રો . સંબંધીઓના ઘરોમાં આ પ્રકારની સ્થિતિયો જુઓ અને તેમની દિનચર્યાની તુલનાત્મક અભ્યાસ કરશો તો તેઓ કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલા રહે છે. લોટ બાંધવામાં લાગતો સમય બચાવવા માટે શરૂ કરવામા આવેલી પ્રથા શાસ્ત્ર વિરુદ્ધ અને અયોગ્ય છે. આપણા પૂર્વજ કાયમ એ જ સલાહ આપતા હતા કે ગૂંથેલો લોટ રાત્રે ન મુકવો જોઈએ. એ સમયે રેફ્રિજરેટરનુ કોઈ અસ્તિત નહોતુ છતા પણ આપણા પૂર્વજોને તેના પાછળના રહસ્યોની પુર્ણ માહિતી હતી.