Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબિટીઝના દર્દીઓ માટે સુપરફુડ છે આ અનાજ, ખાતા જ શુગર થશે કંટ્રોલ, કોલેસ્ટ્રોલ પર પણ લાગશે લગામ

ડાયાબિટીઝના દર્દીઓ માટે સુપરફુડ છે આ અનાજ, ખાતા જ શુગર થશે કંટ્રોલ, કોલેસ્ટ્રોલ પર પણ લાગશે લગામ
, ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (17:34 IST)
બદલતી લાઈફ સ્ટાઈલ અને ખાન પાનને કારણે લોકોનુ શરીર બીમારીઓનુ ઘર બનતુ જઈ રહ્યુ છે. ડાયાબિટીઝ પણ લાઈફ સ્ટાઈલથી જોડાયેલ ડિસીઝ છે. આ બીમારીથી ગ્રસિત દર્દીઓને પોતાના ખાન-પાનનુ વિશેષ રૂપે ધ્યાન રાખવી હોય છે.  ડાયાબિટીઝના દર્દીઓને હંમેશા ઓછી ગ્લાઈસેમિક ઈંડેક્સવાળુ ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અધિક ગ્લાઈસેમિક ઈંડેક્સવાળી ડાયાબિટીઝ રોગીઓ માટે હાનિકારક છે. આવામાં તેઓ મોટેભાગે દુવિદ્યામાં રહે છે કે કે શુ ખાવામાં આવે કે બ્લડ શુગર કંટ્રોલથી બહાર ન થઈ  જાય. આવામાં કિનોવા એવુ  અનાજ છે જેનુ સેવન ડાયાબિટીઝના રોગી બિંદાસ કરી શકે છે. કિનોવા ડાયાબિટીઝની સાથે અનેક બીમારીઓમાં પણ ખૂબ જ કારગર છે.  ચાલો આપણે બતાવીએ કે કિનોવા શુ છે અને તેનુ સેવન કેવી રીતે કરવામાં આવે છે. 
 
શુ છે કિનોવા ?
 
કિનોવા કેનોપોડિયમ ક્વિનોવા નામની ઝાડનુ બીજ છે. આ અનાજમાં નવ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે.  તેમા ફાઈબર ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. ક્વિનોઆમાં ઓછુ ગ્લાઈસેમિક ઈંડેક્સ લગભગ  53ની આસપાસ હોય છે જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સારુ  બનાવે છે. આ  તમને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે જે તમારી રક્ત શર્કરાના સ્તરને વધતા રોકે છે. 
 
આ સમસ્યાઓમાં પણ લાભકારી છે કિનોવા 
કોલેસ્ટ્રોલ કરે ઓછુ - બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે લડી રહેલા લોકો માટે આ અનાજ સંજીવની બૂટી સમાન છે. ઉલ્લેખનીય છે કે તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. 
 
વજન થાય છે ઓછુ - જો તમારુ વજન પણ ખૂબ વધી ગયુ છે તો આ અનાજનુ સેવન શરૂ કરી દો. વજનને મેંટેન કરવા માટે  અનેક બોલીવુડ અભિનેત્રીઓ પણ ઘઉની રોટલીને બદલે આની રોટલીઓ ખાય છે. સવારે આનુ સેવન કરવાથી વજન પણ ઓછુ થાય છે. 
 
નબળુ મેટાબોલિજ્મ થાય છે મજબૂત - નબળા મેટાબોલિજ્મથી આપણુ શરીર અનેક બીમારીઓનુ ઘર બની જાય છે. નબળા મેટાબોલિજ્મને કારણે ખોરાક સારી રીતે પચતો નથી જેનાથી અપચાની સમસ્યા થાય છે. આ ઉપરાંત જાડાપણુ, સાંધામાં સોજો વગેરે અનેક સમસ્યાઓ થાય છે.  કિનોવાને ખાવાથી શરીરમાં મેટાબોલિજ્મ વધે છે અને ક્વિનોઆ ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
 
હાડકાં માટે લાભકારી -  જો તમારા હાડકાં નબળા હોય અને તેમાં હંમેશા દુખાવો રહેતો હોય તો તમારે ક્વિનોઆનું સેવન કરવું જોઈએ. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે દાંત અને હાડકા માટે અત્યંત ફાયદાકારક છે.
 
કેવી રીતે કરવું તેનું સેવન  ?
 જો કે તમે ક્વિનોઆ ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ સારા પરિણામ માટે સવારે તેનું સેવન કરવું જોઈએ. તમે ક્વિનોઆને ખીચડી, દલિયાના રૂપમાં પણ ખાઈ શકો છો. તેના લોટમાંથી ફ્લેક્સ, બિસ્કિટ, ઉપમા બનાવી શકાય છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

winter solstice- 22 ડિસેમ્બર, વર્ષનો સૌથી નાનો દિવસ, સૂર્ય અને ધરતી વચ્ચે અધિકતમ અંતરને કારણે ચંદ્રની રોશની મોડા સુધી રહે છે