ચશ્માધારી માનવીનું એક સ્વપ્ન હોય છે કે ‘કાશ’ આ ચશ્મા દૂર થઈ જાય અને મને બધું સ્પષ્ટ દેખાવા લાગે !... આજે આ સ્વપ્ન 15 મિનિટમાં સાચું પડી શકે..! બસ આંખના ડોકટરની ખુરશીમાં બેસી જાવ અને ‘એકઝાઈમર લેસર’ની મદદથી તમારી આંખ (કોર્નિયા)ને નવેસરથી ગોઠવી લો... અને પછી ચશ્મા વગર જ કુદરતના અદ્ભૂત દ્રશ્યો નરી આંખે જુઓ...! નથી માનવામાં આવતું ને ? તો મુલાકાત લો આપ્ના આંખના ડોકટરની અને પૂછી જુઓ એમને કે લેસિક પધ્ધતિ શું છે ?
લેસિક એટલે ‘લેસર ઈન સિટી કેરેટોમિલ્યુસીસ’ સારવાર. અમેરિકામાં આ સારવાર ખુબ લોકપ્રિય થયા પછી હવે ભારતમાં પણ આ સારવારનો લાભ હજારો લોકોએ લીધો છે. તમે જર એવા મિત્ર, સગા કે સંબંધીને મળશો કે જેણે આ સારવારનો લાભ લીધો હોય અને ચશ્મા ફગાવી દીધા હોય.
આપણી જિંદગીમાં ચશ્માના નંબર એ સૌથી સામાન્ય આંખની તકલીફ ગણાય. આંખમાં નંબર આવવા એ કુદરતી પ્રક્રિયા છે. આ નંબર આંખની રચનામાં ખામીને લીધે આવે છે. દૂરથી આવતા પ્રકાશના કિરણો આંખના પડદા પર એકત્રિત ન થતાં હોય ત્યારે તેને ચશ્માની મદદ લેવી પડે છે. આ ખામી ત્રણ પ્રકારની હોય છે.
(1) ટૂંકી દ્રષ્ટિ
(2) લાંબી દ્રષ્ટિ
(3) ત્રાંસા નંબર
આંખના નંબરની આ ખામીઓ દૂર કરવા માણસે ચશ્મા વાપરવા પડે છે, પરંતુ ચશ્માધારી વ્યક્તિઓની કેટલીક મુશ્કેલીઓ નોંધપાત્ર છે, જેમ કે રમત ગમતમાં, તરવામાં, ડ્રાઈવિંગમાં કે પછી ઘણી સર્વિસમાં (પોલીસ, નેવી, પાઈલોટ વગેરે) ચશ્મા અંતરાયપ બને છે. આ ઉપરાંત લગ્નની બાબતમાં ચશ્માધારી ક્ધયાએ કે મૂરતિયાએ ઘણું સહન કરવું પડતું હોય છે. ચશ્માને કારણે વ્યક્તિના દેખાવનો પ્રશ્ર્ન ‘કોન્ટેકટ લેન્સ’થી હલ થાય છે, પણ તેને કારણે બીજી કેટલીક સમસ્યાઓ સર્જાય છે. આ બધી સમસ્યાઓનો હલ હાલમાં તો લેસિક જ છે.
લેસિક સર્જરી કેવી રીતે થાય છે તે સમજીએ
* આંખમાં એનેસ્થેટીક પ્રવાહી ટીપાં નાખી આંખને બહેરી કરવામાં આવે છે.
* સકસન રિંગથી આંખને સ્થિર કરી ‘માઈક્રોકેરેટોમ’ નામના કટર ઈન્સ્ટ્રુમેન્ટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે.
* શુકલમંડળ કે કીકીને ભીની કર્યા બાદ માઈક્રોકેરેટોમને તેની સપાટી પર સરકાવી બાહ્યપટલને કાપી એક ફલેપ બનાવવામાં આવે છે.
* આ ફલેપ્ને બાજુ પર રાખી અંદરના પડને લેસરથી જર મુજબ કાપવામાં આવે છે અને પછી ફલેપ્ને તેની જગ્યા પર ગોઠવવામાં આવે છે.
વેવફ્રન્ટ ગાઈડેડ કસ્ટમાઈઝડ લેસિક
છેલ્લા થોડા વર્ષોમાં વેવફ્રન્ટ અને સી લેસિકના આગમનથી લેસિક સર્જરીની સ્વીકૃતિ ખુબ જ વધી ગઈ છે. ઈકઝાઈમર લેસરની જે નવી તકનિકો આવી તેને કારણે વધુ ને વધુ સારા પરિણામો મળતાં થયા છે અને હવે લેસર ટ્રીટમેન્ટ પછી સંપૂર્ણ સ્વચ્છ દ્રષ્ટિ મળવી સંભવ છે. વેવફ્રન્ટ ટેકનોલોજીને લીધે હવે આંખોમાં નંબર ઉપરાંતની તમામ અનિયમિતતાઓનું પૃથ્થકરણ થઈ શકે છે. નંબરની સાથે આ અનિયમિતતાઓને પણ દૂર કરાતા વ્યક્તિ વધુ સ્પષ્ટ દ્રષ્ટિ મેળવી શકે છે.
બ્લેડલેસ લેસિક
સામાન્ય રીતે લેસિક અથવા સી લેસિક પધ્ધતિમાં આંખના કોર્નિયા (કીકી)માંથી પાતળું પડ કાપવું પડે છે જેને ફલેપ કહેવાય છે. આ ફલેપ બનાવવા માટે કેરેટોમ નામનું યંત્ર વાપરવામાં આવે છે. તેમાં બ્લેડ હોય છે અને તેનાથી ફલેપ બનાવાય છે. આ પધ્ધતિ ખુબ જ સલામત હોવા છતાં કયારેક ફલેપ્ને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. બ્લેડલેસ લેસિકમાં બ્લેડને બદલે ફેમ્ટોસેક્ધડ લેસર વડે ફલેપ બનાવાય છે. સેક્ધડમાં ફલેપ બનાવવાનું કામ કરતું આ લેસર સેક્ધડના ટ્રિલિયન્થમાં ભાગની ચોકસાઈથી કામ કરે છે. લેસરની મદદથી ચોકકસ ઉંડાઈએ કાપો મુકાય છે અને એક ચોકકસ જાડાઈનો ફલેપ બને છે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે કોમ્પ્યુટર સંચાલિત હોય છે અને મિકેનિકલ કેરેટોમ કરતાં ઘણી રીતે સલામત છે. લેસિક અંગે આમ તો ઘણી માહિતી આપી દેવામાં આવી છે તેમ છતાં કેટલાક એવા નંબર હોય છે જેમાં લેસિક પ્રક્રિયા અપુરતી છે. જેમ કે ખુબ વધારે નંબર 20 ડી અથવા +12 ડી કે તેથી વધુ નંબર હોય અને કીકીની જાડાઈ ઓછી હોય તેવા કેસ માટે બીજા વિકલ્પો હોય છે.
સ્માઈલ - ફલેપલેસ લેસર આઈ સર્જરી
ફેમ્ટોસેક્ધડ લેસર દ્વારા થતાં બ્લેડ ફ્રી લેસિક શ થયાને હવે લગભગ એક દાયકો થયો છે. બ્લેડ ફ્રી લેસિક સર્જરી એ ખુબ જ સલામત સારવાર છે એ સાબિત થઈ ચૂકયું છે. પરંતુ ડોકટરો અને વૈજ્ઞાનિકો તેને વધુને વધુ સલામત કરવા માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેતા હોય છે અને તેના પરિણામ સ્વપે ફેમ્ટોસેક્ધડ લેસરના ઉપયોગ દ્વારા એક નવી જ તકનિકનું આગમન થઈ ચૂકયું છે જે સ્માઈલ અથવા તો ફલેપલેસ લેસિકના નામે જાણીતું છે જેમાં પરંપરાગત લેસિક પધ્ધતિ મુજબ કીકીનું પડ ઉંચકવું પડતું નથી. જેને કારણે કીકીની બાહ્ય સપાટી બિલકુલ સુરક્ષિત રહે છે. તેમજ ફલેપ્ને લગતી તમામ સમસ્યાઓથી છૂટકારો મળે છે, આંખની ભીનાશને લગતી સમસ્યાઓ (ડ્રાય આઈ)થી પણ છૂટકારો મળે છે અને દ્રષ્ટિની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.
ઈમ્પ્લાન્ટેબલ કોલામર લેન્સ (આઈસીએલ)
આ પણ ફેકિક આઈઓએલનો જ એક પ્રકાર છે. પરંતુ આમાં ફરક એ છે કે આમાં આંખની કીકીની આસપાસ રંગીન ત્વચાની પાછળ અને ક્રિસ્ટાલીન લેન્સની આગળ આ લેન્સને બેસાડવામાં આવે છે અને નહીં કે અગ્રવતી ચેબરમાં. બીજો ફાયદો એ છે કે આંખમાં લેન્સ મુકવા માટે નાના કાપાની જર પડે. સૌથી મોટો ગેરલાભ છે એનો ખર્ચ.
પ્રેસ બાયોપિક રિફેક્ટિવ સર્જરી
રિફેક્ટિવ સર્જરીમાં આ અંતિમ સરહદ છે. નજીકના નંબર આવવા એ ટાળી ન શકાય તેવી ઘટના છે. 40 વર્ષની આસપાસની દરેક વ્યક્તિ ઉપર આની અસર થાય છે. પ્રેસબાયોપિક ચશ્માથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રયાસો કરાયા હતાં જેમાંથી માત્ર ઓછા લોકોને જ સફળતા મળી હતી.
એડવાન્સ મોનોવિઝન
બેતાળાના નંબર એ એક સર્વસામાન્ય નંબર છે કે જે દરેક વ્યક્તિને ચાલીસની ઉંમર થતાં આવતા હોય છે અને ઉંમર વધવાની સાથે આ નંબર પણ વધે છે. આ સમસ્યાને દૂર અથવા તો ઓછી કરવા માટે જે તકનિક પ્રચલિત થઈ છે તેને એડવાન્સ્ડ મોનોવિઝનના નામથી ઓળખવામાં આવે છે. જેમાં આધુનિક સોફટવેરની મદદથી ગણતરીપૂર્વક બન્ને આંખને લેસર સારવાર આપવામાં આવે છે જેને કારણે વ્યક્તિની બેતાળા નંબરની સમસ્યા દૂર કે ઓછી કરી શકાય છે. આ સારવાર આપતા પહેલા દર્દીના નંબરનો પ્રકાર, દર્દીની ઉંમર, તેના કામનો પ્રકાર વગેરે વસ્તુ ધ્યાનમાં લેવાની હોય છે.
પ્રિલેકસ
પ્રેસ બાયોપિક લેન્સ આદાનપ્રદાનમાં સામાન્ય ક્રિસ્ટલ લાઈનને મોતિયાના ઓપરેશનની જેમ જ દૂર કરાય છે અને મલ્ટીફોકલ આઈઓએલને આંખમાં મુકાય છે. આ મલ્ટીફોકલ આઈઓએલમાં એકકેન્દ્રી રિંગ હોય છે જેમાં વૈકલ્પિક રિંગો નજીકની અને દૂરની દ્રષ્ટિ આપે છે. અત્યાર સુધી પ્રેસબાયોપિયા માટે આ શ્રેષ્ઠ પધ્ધતિ સાબિત થઈ છે. આમાં નજીક અને દૂરનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પરંતુ આમાં સૌથી મોટો ગેરલાભ છે ખર્ચ.