પોતાની ફિટનેસ પર ધ્યાન આપનારી 47 વર્ષની સુષ્મિતા સેનને કેવી રીતે આવ્યો હાર્ટ એટેક, કેવી રીતે દિલ એ આપ્યો દગો
, શુક્રવાર, 3 માર્ચ 2023 (16:41 IST)
સુપરહિટ રહેનારી અભિનેત્રી સુષ્મિતા સેનને અચાનક આવનારો હાર્ટ અટેક શુ કોરોના સાથે કનેક્શન છે ? અને શુ તમે પણ એ જ ભૂલ તો નથી કરી રહ્યા જેનાથી અચાનક હાર્ટ એટેક આવી જાય ? આજે ઘણા લોકોને આ વાત સાંભળીને નવાઈ લાગશે કે સુષ્મિતા સેનને હાર્ટ અટેક આવી ગયો. સૌના મનમાં એક જ સવાલ છે કે આટલી ફિટ રહેનારી નિયમિત રૂપે વર્કઆઉટ અને યોગા કરનારી સુષ્મિતા સેનને હાર્ટ અટેક કેવી રીતે આવી શકે છે. કારણ કે જે સુષ્મિતા સેન 47 વર્ષની વયમાં પણ આટલી ફિટ છે. ડેલી નિયમિત વર્કઆઉટ કરે છે. પોતાની હેલ્થ સાથે કોઈ સમજૂતી કરતી નથી. આ એવુ વર્કઆઉટ છે જેને કરવા માટે ખૂબ તાકત અને એનર્જીની જરૂર પડે છે. પણ સુષ્મિતા સેન તેને ખૂબ સહેલાઈથી કરી રહી છે.
આ તસ્વીરો અને વીડિયો જોઈને શુ કોઈ માની શકે છે કે સુષ્મિતા સેનને દિલની કોઈ બીમારી થઈ શકે છે અને તેને હાર્ટઅટેક આવી શકે છે. પરંતુ તેમ છતા સુષ્મિતા સેનને હાર્ટ અટેક આવી ગયો. આ વાત ખુશ સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બતાવી. પોતાના પિતા સાથે એક તસ્વીર પોસ્ટ કરતા તેમણે લખ્યુ કે suffered a heart attack a couple of days back...Angioplasty done…...stent in place… એટલે કે 'મને થોડા દિવસ પહેલા હાર્ટઅટેકની સમસ્યા થઈ. એંજિયોપ્લાસ્ટિ થઈ ચુકી છે અને Stent પણ લગાવ્યુ છે. સુષ્મિતા સેનને Stent લગાવવાનો મતલબ છે કે સુષ્મિતા સેનના હાર્ટની નસોમાં બોલોકેજ રહ્યા હશે જેને ખોલવા માટે Stent લગાવવાની જરૂર પડી છે. Stent એક નાનકડુ ડિવાઈસ હોય છે જેને એંજિયોપ્લાસ્ટિક દ્વારા પાતળા તારથી એ સ્થાન પર લઈ જવામાં આવે છે જ્યા બ્લોકેજ હોય છે અને પછી Stent ને ફુલાવી દેવામાં આવે છે જેનાથી નસોમાં લોહીનો ફ્લો સામાન્ય થઈ જાય છે અને હાર્ટ સુધી લોહીનુ સપ્લાય શરૂ થઈ જાય છે. જેનાથી દર્દીનો જીવ બચી જાય છે.
સમય પર સારવાર મળવાથી સુષ્મિતા સેન પરથી ખતરો ટળી ગયો, તે ખૂબ ભાગ્યશાળી છે કે તેણે હોસ્પિટલ જઈને સમય પર સારવાર મળી ગઈ નહી તો દેશભરમાં જે રીતે અચાનક હાર્ટઅટેકના વીડિયો આવી રહ્યા છે જેમા લોકોને બચવાની તક જ નથી મળી રહી. આ વીડિયોએ ઘણા લોકોને ગભરાવી નાખ્યા છે. પહેલા એ વીડિયો જોઈએ પછી તેનુ કારણ જાણીશુ. હાલ થોડા દિવસ પહેલા હૈદરાબાદની એક જીમમાં પુશઅપ કરતા યુવક.. તેલંગાના પોલીસમાં કૉસ્ટેબલ હતા.. તેમનુ નામ વિશાલ છે અને વય ફક્ત 24 વર્ષ.. પણ પુશઅપ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો અને ફક્ત 15 થી 20 સેકંડની અંદર મોત થઈ ગયુ. સાચવવાની તક ન મળી. એટલો સમય પણ ન મળ્યો કે હોસ્પિટલ લઈ જઈ શકે.
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે એક્સરસાઈજ-વર્કઆઉટ કરવાથી શરીર અને હાર્ટ ફિટ રહે છે પણ અહી તો જીમમાં જ હાર્ટઅટેકની ઘટના જોવા મળી રહી છે. આ અમદાવાદના એક ક્રિકેટ મેદાનનો વીડિયો છે. જેમા મેચ દરમિયાન એક બોલર થોડી બેચેની અનુભવી રહ્યો હતો અને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો. 34 વર્ષના બોલર વસંત રાઠોડ બ્બોલિંગ રોકીને ત્યા મેદાન પર જ બેસી ગયા. બીજા ખેલાડીઓને લાગ્યુ કે કોઈ મસલ્સ ખેંચાઈ ગઈ હશે. પછી જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ત્યા ડોક્ટરે કહી દીધુ કે વસંતની મોત થઈ ચુકી છે વસંતને સીવિયર હાર્ટ એટેક આવ્યો હતો.
બધાને આશ્ચર્ય છે કે એક સારા સ્વસ્થ ખેલાડીનું અચાનક હૃદયરોગથી મૃત્યુ થયું. કેવી રીતે હસતી વખતે લોકોને હાર્ટ એટેક આવે છે. તેમના ચાલો બીજો વિડિયો જોઈએ. હૈદરાબાદમાં એક લગ્ન સમારંભ દરમિયાન આ 40 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેને ત્યાં નીચે પડ્યો, શું થયું તે કોઈને સમજાયું નહીં હોસ્પિટલ જતા પહેલા જ તેનુ મોત થઈ ચુક્યુ હતુ. આ બધા વીડિયોમાં એક વાત સૌથી કોમન છે કે બધાની વય ઓછી છે. કોઈ 24 વર્ષ તો કોઈ 34 વર્ષ તો કોઈ 40 વર્ષ... અને બીજી વાત.. કોઈને પણ હોસ્પિટલ લઈ જવાની તક ન મળી. મોટાભાગના લોકોની હાર્ટએટેક આવવાના થોડાક જ સેકંડમાં મોત થઈ ગઈ.
પહેલા મોટેભાગે એવુ થાય છે કે 60 વર્ષથી 70 વર્ષની વયમાં હાર્ટએટેકના મામલા જોવા મળતા હતા. જેમા મોટાભાગના મામલામાં નસોમાં બ્લોકેજ અને વય સાથે દિલનુ કમજોર થવાનુ માનવામાં આવતુ હતુ. પણ હવે 20થી 40 વર્ષના યુવા પણ આ બીમારીની ચપેટમાં આવી જાય છે અને તેમને ખુદને સાચવવાની તક જ નથી મળતી. આ પાછળનું કારણ સમજવા માટે તમારે પહેલા હાર્ટને અને હાર્ટ અટેકને સમજવું પડશે. તમારી પાસે એક દિલ છે, જેમાં બે ભાગો અને ચાર ચેમ્બર હોય છે, એટલે કે દરેક ભાગમાં બે ચેમ્બર હોય છે... દિલમાં એક બાજુથી ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે ઓછી માત્રામાં ઓક્સીજનવાળુ બ્લડ જાય છે અને છે. લોહી એટલે કે ઓક્સિજનની ઓછી માત્રા સાથે લોહી જાય છે અને હૃદયમાં હાજર વાલ્વ તેને પમ્પ કરે છે જેથી બીજી બાજુથી ઓક્સિજનયુક્ત લોહી બહાર આવે છે. આ લોહી નાની નસો અને ધમનીઓથી થઈને હૃદયમાં પસાર થાય છે.
જ્યારે આ નસોમાં બ્લોકેજ થાય છે તો તેને હટાવવા માટે સ્ટેંટ નાખવામાં આવે છે. જ્યારે આ નસોમાં બ્લોકેજ થાય છે તો તેને હટાવવા માટે સ્ટેંટ નાખવામાં આવે છે. અનેકવાર બ્લડમાં મોટા ક્લૉટ હોવાને કારણે લોહીનુ સપ્લાય રોકાય જાય છે અને અચાનક અટેકથી મોત થઈ જાય છે. હવે તમને હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે અંતર બતાવીશુ.
આ માટે તમારી નજર સામે બે તસ્વીરો રાખો. જે નસો બ્લડને હાર્ટ સુધી પહોચાડે છે તે બ્લોક થઈ જાય છે જેમા હાર્ટ સુધી બ્લડ પહોચવુ ઓછી કે બંધ થઈ જાય છે. આ સ્થિતિને હાર્ટ અટેક કહે છે. આ તસ્વીરમા તમે નોર્મલ આર્ટરીજ અને બ્લોક્ડ આર્ટરીજ જુઓ.. આ બ્લોકેજ વધુ ફેટ-કોલેસ્ટ્રોલ અને ખોટા ખાનપાનને કારણે થાય છે. બીજી તસ્વીર કાર્ડિયક અરેસ્ટની છે. તેમા હાર્ટની અંદર ઈલેક્ટ્રિકલ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. તેમા હાર્ટ ધડકવાની સ્પીડ ખૂબ બદલાય છે અને ઘણીવાર હાર્ટ ધડકવુ બંધ કરી દે છે અને દર્દીનુ મોત થઈ જાય છે.
કોરોના પછી દેશ અને દુનિયાભરમાં હાર્ટ અટેકના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દુનિયાભરના એક્સપર્ટ્સનુ માનવુ છે કે આ વાયરસને કારણે લોકોના દિલ પહેલાથી કમજોર થયા છે. બ્રિટનની ક્વીન મૈરી યૂનિર્વર્સિટી ઓફ લંડનના મુજબ કોરોના દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમા કેવી રીતે બ્લોકેજની બીમારી વધી છે તેના પર એક નજર.
બ્લડ ક્લોટિંગ - 27 ગણુ વધ્યુ
હાર્ટ ફેલ - 21 ગણુ વધ્યુ
બ્રૈન સ્ટ્રોક - 17 ગણુ વધ્યુ .
કોરોના ગયા પછી પણ લોકો પર તેની અસર કાયમ છે. તેથી પોતાના હાર્ટને લઈને ખૂબ જ સાવધ રહો અને બની શકે તો તમારા ડોક્ટરની સલાહ લઈને ચેકઅપ જરૂર કરાવો.
આગળનો લેખ