વય પહેલા સફેદ વાળ થવા આધુનિક સમયમાં થનારી સમસ્યાઓમાંથી એક છે. આજકાલ ટીનેએજમાં પણ શાળામાં જતા બાળકોના વાળ સફેદ થવા માંડ્યા છે. વય પહેલા વાળ સફેદ થવાના અનેક કારણ હોઈ શકે છે. જેનેટિક કારણોથી લઈને પ્રદૂષણ પણ વાળ સફેદ થવાનુ કારણ બની શકે છે. પણ મોટાભાગના મામલે આપણી જીવનશૈલી અને ખાનપાનની અનિયમિત ટેવો પણ વાળના સફેદ થવાનુ મુખ્ય કારણ હોઈ શકે છે. . એક નજર એ આદતો પર જેનાથી વય પહેલા સફેદ વાળ થઈ જાય છે.
કમ્પ્યુટર કે મોબાઈલ પર વધુ સમય વિતાવવો
આજના ડિઝિટલ યુગમાં મોટાભાગના લોકો મોબાઈલ કે કમ્પ્યુતર પર પોતાનો સમય વિતાવે છે. આવામાં તેમાથી નીકળનારા રેડિએશનની અસર તમારા વાળ આંખ અને મગજ પર પડે છે. કોશિશ કરો કે આ
વસ્તુઓનો ઉપયોગ હદથી વધુ ન કરો. કામ કે વાત કરતી વખતે આ બંને વસ્તુઓથી થોડા દૂર રહો.
ડિપ્રેશન કે તનાવ - બધાના જીવનમાં કોઈને કોઈ પરેશાની છે. આવામાં હંમેશા તેના વિશે વિચારતા રહેવાથી તેનુ સમાધાન થઈ શકતુ નથી. તેથી તમે તનાવ બની શકે તેટલો ઓછો લો.
વાળમાં તેલ ન લગાવવુ - ઘણા લોકો એવા છે જે વાળમાં તેલ લગાવવા નથી માંગતા. પણ વાળમાં તેલ લગાવવુ ખૂબ જરૂઈ છે. તમે રાત્રે સૂવાના એક કલાક પહેલા પણ તેલ લગાવી શકો છો અને આવુઉ
અઠવાડિયામાં બે વાર કરવાનુ છે.
આલ્કોહોલની લત - દારૂનુ સતત સેવન કરવાથી તમારા વાળ સફેદ થવા ઉપરાંત અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે દારૂનુ સેવન બિલકુલ ન કરો.
કેમિકલ્સવાળા શેમ્પુ કે હેયર પ્રોડક્ટ
વાળ સફેદ થવાનુ સૌથી મોટુ કારણ છે ખરાબ કેમિકલવાળા શેમ્પુનો ઉપયોગ કે હલકા હેયર પ્રોડક્ટ. તમે કોશિશ કરો કે નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરીને હેયરકેયર કરો.
પૂરતી ઉંઘ ન લેવી
ઓછી ઉંઘ લેવાને કારણે પણ તમારા વાળ સફેદ થઈ શકે છે. અનેક સર્વેમાં જોવા મળ્યુ છેકે ઓછી ઉંઘ લેવાને કારણે તમને તનાવ થવા માંડે છે અને તેની અસર તમારા વાળના આરોગ્ય પર પણ પડી શકે છે