Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heart Attacks આવે તો ફોલો કરો આ 10 Tips, જીવ બચી જશે

Heart Attacks આવે તો ફોલો કરો આ 10 Tips, જીવ બચી જશે
, સોમવાર, 24 એપ્રિલ 2017 (16:15 IST)
હાર્ટ એટેક આવતા થોડી સાવધાની રાખવામાં આવે તો પેશેંટનો જીવ બચી શકે છે.  ડોક્ટરોના જણાવ્યા મુજબ આવા સ્થિતિમાં પેશેંટને મેડિકલ હેલ્પ જેટલી જલ્દી મળી જાય એટલી જ સારી છે.  તેથી જલ્દીથી જલ્દી એમ્બુલેંસ બોલાવીને હોસ્પિટલમાં પહોંચાડવાની કોશિશ કરવી જોઈએ.  એકલા હોય તો શુ કરશો... 
 
જો પેશંટ ઘરમાં એકલા હોય અને હાર્ટ એટેક આવે તો તેને કોઈની મદદ મળતી નથી.  આવામાં પેશેંટ થોડી સમજદારી અને પેશેંસથી કામ લે તો તેન જીવ બચી શકે છે.  હાર્ટ પેશેંટ પોતાના ડોક્ટર અને નિકટના નંબરને હંમેશા સ્પીડ ડાયલમાં સેવ કરીને રાખો જેથી ઈમરજેંસી સમયે તરત મદદ બોલાવવી સહેલી પડે.  એમ્બુલેંસ આવે ત્યા સુધી આ 10 વાતો કરીને પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. 
 
 
- જમીન પર સીધા સૂઈને આરામ કરો અને વધુ હલશો નહી 
- પગને થોડી ઊંચાઈપર રાખો. તેનાથી પગના બ્લડની સ્પલાય હાર્ટ તરફ જશે અને જેનાથી BP કંટ્રોલ થશે. 
- ધીરે ધીરે લાંબી શ્વાસ લો જેનાથી બોડીને જરૂરી ઓક્સીજન મળશે 
- કપડાને તરત ઢીલા કરો તેનાથી બેચેની ઓછી થશે. 
- સોરબિટ્રેટની એક ગોળી જીભના નીચે રાખો. 
- સોરબિટ્રેટ ન હોય તો ડિસ્પ્રિનની એક ગોળી ખાઈ શકો છો. 
- દવા ઉપરાંત વધુ કશુ ન ખાશો. 
- ઉલ્ટી આવે તો એક તરફ વળીને ઉલ્ટી કરો. જેથી ઉલ્ટી લંગ્સમાં ન ભરાય 
- પાણી કે કોઈપણ ડ્રિંક પીવાની ભૂલ ન કરો. તેનાથી ઉલ્ટી આવી શકે છે. જેનાથી પ્રોબ્લેમ વધશે. 
- તમારી આસપાસ હાજર કોઈપણ પરિચિત કે ડોક્ટરને ફોન કરીને જણાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips For Weight Loss : વજન ઉતારવાના ઉપાયો